રાપરનાં લાકડીયા નજીક હાઇવે પર પોલીસે ઈક્કો કારમાંથી ૧.૪૭ કરોડના ૧૪૭ ગ્રામ કોકેઈન સાથે બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધો હતો. જેમાં દરમિયાન પોલીસ આરોપીઓને લઈને ભટીંડા તપાસ કરવા ગઈ હતી. જ્યાં ભટીંડાથી પરત ફરતી વેળાએ પંજાબના મલેર કોટલા જિલ્લાના અહેમદગઢ નજીક બે આરોપી સામખિયાળી પોલીસને ચકમો આપીને રાતના અંધારામાં નાસી છૂટતાં પૂર્વ કચ્છ police બેડામાં દોડધામ મચી ગઈ છે.
police: ભટીંડાથી પરત ફરતી વેળાએ વાહનમાં પંક્ચર થયું, જેનો લાભ લઈ બન્ને આરોપી અંધારામાં નાસી છૂટ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર રાપરનાં લાકડીયા નજીક નેશનલ હાઇવે પર તપાસ દરમિયાન ગત ૨૮ નવેમ્બરની રાત્રે કચ્છ એસ.ઓ.જી ની ટીમે ઈકો સોર્ટ કારની તલાશી લઈ તેના એર ફિલ્ટર નીચે છૂપાવેલું ૧૪૭ ગ્રામ કોકેઈન સાથે કાર ચાલક હનિસિંધ સાથે સંદિપસિંધ અને તેની પત્રી અર્શદીપકૌર તથા બહેન સુમન ઊર્ફે જશપાલકૌરને ઝડપી પાડયો હતો.
જેમાં લાકડીયા નજીક હાઈવે હોટલ ચલાવતા સન્નીસિંઘે પત્ની સુમનને સામખિયાળી મૂકી આવવાનું જણાવી ડ્રગ્સ | ભરેલી કાર આપી હોવાનું ખૂલ્યું હતું.જેમાં પોલીસે બે મહિલા સહીત કુલ ૫ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે બનાવમાં સામખિયાળી પોલીસ તપાસ કરતી હોવાથી આ કેસમાં વધુ તપાસ માટે એક પી એસ આઈ અને સાથે | અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ સાથે બે આરોપી હનીસિંઘ અને સંદીપસિંઘને વધુ તપાસ અર્થે પંજાબનાં ભટીંડા લઈ જવાયાં