Vadodara: દિવાળી પહેલાં રેવન્યૂ વિભાગમાં પ્રમોશન અને બદલીની મોસમ ખીલી છે. ગઇકાલે મહેસૂલી વિભાગમાં કરવામાં આવેલી બદલીમાં વડોદરાના ત્રણ ડેપ્યૂટી કલેક્ટરોની બદેલી કરવામાં આવી હતી જ્યારે મામલતદારોને પ્રમોશન અપાયા હતાં.
Vadodaraના ૨૦ નાયબ મામ.નું મામલતદાર તરીકે પ્રમોશન
સૂત્રોના જણાવ્યા મુજબ Vadodaraના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંકની ગાંધીનગરમાં ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ, રજિસ્ટ્રાર તરીકે, સાવલીના ડે.કલેક્ટર સી.આર. સુથારની ડેપ્યૂટી ચૂંટણી અધિકારી, નર્મદા અને સરદાર સરોવરમાંથી એન.એસ. સુવેરાની પ્રોટોકોલ, ગાંધીનગર બદલી કરાઈ હતી. આ સાથે જ વડોદરા કલેક્ટર ઓફિસમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા મામલતદાર સુહાની કેલૈયાની વડોદરાના નાયબ ચૂંટણી અધિકારી, ગ્રામ્ય મામલતદાર એસ.બી. દેસાઈની લુણાવાડાના નાયબ કલેક્ટર અને ઉત્તરના મામલતદાર જે.જે. પટેલની ગાંધીનગર આઈઓઆરએમાં બઢતી સાથે બદલી | કરવામાં આવી હતી.
આ ઉપરાંત સાવલીના મામલતદાર પી.જે. પટેલની ઠાસરા, ખેડામાં, શિનોરના એમ.બી. શાહની | પંચમહાલ ચૂંટણીશાખા તેમજ ડભોઈના | ડી.વી. ગામીતની સુરત કતારગામ ખાતે બદલી કરવામાં આવી હતી. વડોદરા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા ૨૦ નાયબ મામલતદારોને પણ પ્રમોશન મળતાં છેલ્લા ઘણા સમયથી પ્રમોશનની રાહ જોતા નાયબ મામલતદારોમાં ખુશી વ્યાપી હતી.