Mehsana: ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ટ્રેઇની પાઇલટની તબિયત અચાનક બગડતાં ઉચાર્પી પાસે આ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મહિલા ટ્રેઇની પાઇલટને સામાન્ય ઇજા થઇ છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમયિાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.