Vadodara શહેરમાં હાલ ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે સલામતી સુનિશ્ચિત કરવા માત્ર ટ્રાફિક ઝુંબેશ કરવી પૂરતી નથી. પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકોને માર્ગ વ્યવસ્થાપન સંદર્ભે મૂળભૂત સુવિધાઓ પણ ઊભી કરવી આવશ્યક છે.
શાસ્ત્રી બ્રિજ અને ગેંડા સર્કલ બ્રિજ પાસે રોજ સાંજે ટ્રાફિક જામથી હેરાનગતિ
Vadodaraમાં જે સમસ્યાઓ લોકો માટે | છે હવે માથાનો દુઃખાવો બની છે, તેમાંથી એક છે ‘ટ્રાફિકજામ’ની સમસ્યા. પીક અવર્સમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યાને લીધે લાખો લોકો રોજ હેરાન થઈ રહ્યા છે.
ખાડાવાળા રસ્તા, અપૂરતી સ્ટ્રીટ લાઈટિંગ, રોડ – રસ્તાઓ અને રાહદારીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાર્કિંગ સુવિધાનો અભાવ કારણભૂત છે, રસ્તાઓ ઉપર દબાણો, ઓવર બ્રિજની ખોટી ડિઝાઈનના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. પાંચ કિ.મી.નો અટલ બ્રિજ, ગોત્રી હરિનગર ઓવર બ્રિજ, લાલબાગ ઓવર બ્રિજ ખોટી ડિઝાઈનના નમૂના ઓવર બ્રિજ બન્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી બનવી જોઈએ, પરંતુ તેના બદલે અગાઉ કરતાં અનેક ગણી વધી ગઈ છે.
શાસ્ત્રી બ્રિજ પાસે રોજ સાંજે પૂક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. વડોદરામાં સવારે ૮ થી બપોરે ૧ અને સાંજે ૪ થી રાતના ૧૦ દરમિયાન શહેરમાં ટ્રક, ટ્રેલર, ટેન્કર, ડમ્પર, કોન્ક્રિટ મિક્સર, અર્થ મૂવર, લક્ઝરી બસો, બુલડોઝરો જેવા હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં શહેરના માર્ગો ઉપર દોડતા નજરે પડે છે. હેવી ટ્રાફિકમાં પણ આવા હેવી વાહનોના ડ્રાઈવરો ફૂલ સ્પીડમાં વાહનો દોડાવીને અકસ્માતો કરી રહ્યા છે.