Gujaratમાં ફાગણ માસ આખો રાજસ્થાની સમાજ માટે તહેવારોનો અનોખો મહિનો છે. હોળી અને ધૂળેટીનું તો ખાસ મહત્વ છે જ, પરંતુ સાતમ અને આઠમ સહિતના આખા પખવાડિયાનું તેમની માટે વિશેષ મહત્વ છે.

આવા સમયે Gujaratમાં હોળી અને ધૂળેટી પહેલા રાજસ્થાની સરગરા સમાજ પોતાનું પારંપારીક ગેર નૃત્ય કરી ઉત્સવ મનાવતા હોય છે. તો આ સિવાય સાતમ અને આઠમ વખતે પણ વિશેષ ગેર નૃત્ય કરવામાં આવે છે.

ત્યારે Gujarat રાજ્યના ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં છેલ્લા બે દિવસથી સાતમ અને આઠમનું પારંપારીક ગેર નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજસ્થાની સરગરા સમાજના યુવકો પારંપારીક અને ટ્રેડીશનલ કપડામાં સજ્જ થઈ ગેર રમ્યા હતા. આણંદમાં પણ ખાસ આયોજન કરાયુ હતુ. જ્યારે નડિયાદમાં પણ વૈશાલી ચોક પાસે આયોજન કરાયુ હતુ.

નડિયાદમાં તો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સરગરા સમાજ સાથે ગેર નૃત્ય રમતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણ સરગરા સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો..
- Donald Trump ના આ નિર્ણયથી વકીલો પર મુશ્કેલી થઈ ઉભી
- IPL 2025 : ઈશાન કિશને શાનદાર વાપસી કરી, સિઝનની પહેલી સદી ફટકારી
- આફ્રિકન ટ્રસ્ટે Mahatma Gandhi નો વારસો ભારતને સોંપ્યો
- Delhi ઇન્ડિયા ગેટ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન સહિત દેશભરના અનેક ઐતિહાસિક સ્થળોએ વીજળી પુરવઠો ખોરવાયો
- Gujaratમાં આગનો સીલસીલો : હવે ખેડા જિલ્લાના વરસોલામાં પેપર મીલની કંપનીમાં ભયાવહ આગ લાગી