યાત્રાધામ Dwarkaમાં દ્વારકાધીશજી મંદિરે આજ રોજ દેવ ઉઠી એકાદશીના શુભ દિને તુલસી વિવાહની ધામધુમથી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.ઠાકોરજીના વરઘોડાને પોલીસ દ્વારા ગાર્ડે ઓફ ઓનર અપાયું હતું. વરઘોડો વાજતેગાજતે શહેરમાં ફર્યો હતો.રાત્રે જગત મંદિરમાં તુલસી વિવાહ યોજાયા હતા.
Dwarka: ઠાકોરજીના વરઘોડાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા હતા. ઠાકોરજીના બાલસ્વરૂપનો વરઘોડો સમી દ્વારકાધીશ મંદિરેથી સાંજે બહાર નિકળ્યો ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ ત્યાથી ઠાકોરજીનો વરધોડો વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માગી પર ફરી જગત મંદિરે પરત પહોચ્યો હતો.
મંદિર પટાગણમાં શેરડીનો મંડપ શણગારી તેમાં તુલસીજીને નવ કન્યા રૂપમાં શણગારી શ્રીજીના ઉત્સવ સ્વરૂપ ગોપાલજીને વરરાજાના શણગાર સજાવી મંડપમાં પધરાવામાં આવ્યા હતા. આ | મંડપમાં સોના-ચાંદી હીરા, માણેક, પન્ના વગેરે આભુષણો સજાવી શ્રીજી સન્મુખ પધરાવામાં આવ્યા હતા. ઠાકોરજીના મસ્તક પર સાફો, મોરપીછ, કમરે કમરબંધ વગેરે વિવિધ શણગાર સજાવવામાં આવ્યા હતા. રાત્રે ભગવાનનાં તુલસીજી સાથે વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભક્તોએ લગ્નોત્સવ નિહાળી ॥ ધન્યતા અનુભવી હતી.