Dwarka યાત્રાધામની આગવી ઓળખ સમાન સુદામા સેતુ બંધ રહેવાથી દ્વારકા આવતા પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે. તાકિદે પુલની જરુરી મરંમત કરી ફરી ખુલ્લો મૂકવા માંગ ઉઠી છે.

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના બાદ બંધ કરાયેલા સુદામા સેતુની મરંમત સહિતની કામગીરી હજુ કરાઈ નથી

યાત્રાધામ Dwarkaમાં પવિત્ર નદી પર બનાવાયેલા કુટ બ્રીજ સેતુ ૨૦૧૬ માં લોકાર્પણની સાથે ગોમતી ઘાટ અને સામે આવેલ પંચનદ તીર્થ તથા બીચ પર જવા માટેના પ્રમુખ | રેત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની ગયો હતો.

દ્વારકા આવતા દરેક યાત્રાળુઓ | સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા હતા. પરંતુ આશરે સવા બે વર્ષ પહેલા મોરબી દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ થયેલા આ સુદામા સેતુની મરમ્મત સહિતની ગોમતી જરૂરી કામગીરી હજુ હજુ સુધી ન થતાં તંત્ર સુદામા દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે જ ખૂલ્લો મૂકવામાં આવ્યો નથી.

યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં દિવાળી વેકેશનમાં આવનારા પ્રવાસીઓ સુદામા સેતુ બંધ હોવાથી નિરાશ થયા હતા. હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચક્ક સીઝન શરૂ થઈ રહી હોય વહીવટી તંત્ર સુદામા સેતુને પુનઃ શરૂ કરી શકાય તે દિશામાં નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.