Khambhaliaમાં રહેતા એક જાણીતા વેપારી ગઈકાલે ગુરુવારે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરી અને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રૂા.૭૩,૬૬૦ રોકડ રકમ સાથેની થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશન નજીક જ બનેલા આ બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા: મચી જવા પામી છે.

ત્રણેય લૂંટારા યુવા વયના, લૂંટાયેલી રૂા.૭૩,૬૬૦ રોકડ મુદ્દામાલ તરીકે Khambhalia પોલીસે કબજે કરી

પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી આ પ્રકરણની વિગત એવી છે કે Khambhaliaમાં રામનાથ સોસાયટીમાં રહેતા અને અહીંના જોધપુર ગેઈટ પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોકાણી (અશોકભાઈ નેતા), નામના ૬૪ વર્ષના વેપારી ગઈકાલે ગુરુવારે રાત્રિના આશરે ૯થ૩૦ વાગ્યાના સમયે તેમની દુકાનેથી તેમનાથી જી.જે. ૩૭ એ ૧૧૬૭ નંબરના એકટીવા મોટરસાયકલ પર બેસીને ઘરે જઈ રહ્યા હતા.

તેઓ પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ.એન.ડી.ટી. શાળાની પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક ૨૦ થી ૨૨ વર્ષના બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને પોતાનો સમાન ઈરાદો પાર | પાડવાના હેતુથી આરોપીઓએ અશોકભાઈ ગોકાણીને ધક્કો મારીને મોટરસાયકલ પરથી પછાડી દીધા હતા. અહીં અશોકભાઈ કંઈ સમજે તે પહેલા તેમની પાસે રહેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા.

આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા દિનેશ ગોવિંદ ધોરીયા (ઉ.વ.૨૨, રહે. ભગવતી મેરેજ હોલ પાછળ), રોહિત ધરમશી ડાંગર (ઉ.વ.૨૩, રહે. કુંભાર પાડો) અને રાહુલ ધીરૂભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧, રહે. જૂની તાલુકા પંચાયત કચેરી પાછળ) નામના ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી લૂંટનો રૂપિયા ૭૩,૬૬૦નો મુદ્દામાલ પણ કબ્જે કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.