Amreli જિલ્લામાં આપઘાતના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે. દામનગરમાં એક વૃધ્ધા, અમરેલીમાં એક ૪૫ વર્ષિય માનસિક અસ્થિર યુવક અને જાફરાબાદના ભાકોદરમાં એક ૨૦ વર્ષીય યુવાને બિમારીનાં કારણોસર આપઘાત કરી જીવન લીલા સંકેતી લેતા અરેરાટી પ્રસરી હતી.

Amreliનાં જેસીંગપરા અને જાફરાબાદનાં ભકોદર ગામે બે યુવાનોએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી

પ્રાપ્ત માહિતી પ્રમાણે લાઠી તાલુકાના દામનગર શહેરમાં આવેલ શિવનગર વિસ્તારમાં રહેતા નીતાબેન રસિકભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૦)ને છેલ્લા ૩૫ વર્ષથી હિસ્ટીરીયાની હોવાને કારણે ગત રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં પોતાની મેળે શરીરમાં આગ લગાવી અગ્નિસ્નાન | કરી લેતાં ગંભીર ઈજાઓ થવાને લીધે દામનગર અને ત્યારબાદ અમરેલી ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજો બનાવ અમરેલીના જેસીંગપરામાં બન્યો હતો. અહીં રહેતા જગાભાઈ વેરશીભાઈ પરમાર (ઉ.વ.૪૫)ની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

ત્રીજો બનાવ જાફરાબાદના ભકોદર ગામે બન્યો તો હતો. મૂળ ઝારખંડના રહેવાસી સંતોષ નાગેશ્વર ચૌધરી નામના ૨૦ વર્ષીય યુવકને અવારનવાર માથાનો અસહ્ય દુઃખાવો થતો હોવાને કારણે કંટાળી જઈને પોતાની મેળે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવને લઈને મનોજભાઈ નાગેશ્વર ચૌધરી દ્વારા જાફરાબાદ પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.