Dwarkaમાં તા.૨૧મીથી ૩ દિવસ મીરા મહોત્સવનું આયોજન કરાયું છે. મીરાબાઈની પ૨૫ મી વર્ષ ગાંઠે વૃંદાવન ખાતે મીરા મહોત્સવનું આયોજન કરાયા બાદ હવે Dwarka ખાતે ઉજવણી થશે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો મીરાબાઈ વિશે વિવિધ કૃતિઓ રજૂ કરશે.
સંગીત નાટય અકાદમી, દિલ્હી તથા દેવભૂમિ Dwarka જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૧,૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ દ્વારકાના સનસેટ પોઈન્ટ વૃંદાવન ખાતે મીરાબાઈની પરપ મી વર્ષગાંઠે | આ પ્રકારનો કાર્યક્રમ યોજાયેલ જે બાદ દ્વારકા ખાતે મીરા મહોત્સવની ઉજવણી કરાશે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક દિગ્ગજો દ્વારા મીરાબાઈ વિશે વિવિધ કૃતિઓ રજૂ કરાશે. દ્વારકા ખાતે યોજાનાર
ત્રિદિવસીય કાર્રમમાં શ્રી કૃષ્ણના પરમભક્ત એવા મીરાબાઈ વિશે નૃત્યન (ટિકા, મીરાબાઈના પ્રસિધ્ધ ભજનો, મીરાબાઈના જીવનચરિત્ર પર નાટકો જેવા વિવિધ કાર્રમો યોજવામાં આવનાર છે. કાર્યક્રમનું ઉદઘાટન ૨૧મી સપ્ટેમ્બરના સાંજે ૭ કલાકે સનસેટ પોઈન્ટ ઓપન થિએટર ખાતે કરવામાં આવનાર છે. આ ત્રિદિવસીય સમારોહનું સંકલન તથા કોરીયોગ્રાફી તાજેતરમાં રાષ્ટ્રપતિ હસ્તે લોકનૃત્યનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર મહેન્દ્ર આણંદાણી તથા ગાંધીનગરના ગૌરવ એવોર્ડ વિજેતા કોરીયોગ્રાફર મયંક દવે કરશે.