આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ લીગલ સેલ પ્રમુખ Pranav Thakkar ગુજરાત પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ દ્વારા એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા Pranav Thakkarએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની હજારો હાઉસિંગ સોસાયટીઓમાં વર્ષો પહેલાં, ખાસ કરીને તારીખ 27-05-1982 થી 01-09-2001 વચ્ચે, સોસાયટીના પ્રથમ સભ્યને ફાળવવામાં આવેલ શેર સર્ટિફિકેટ પર હવે સરકાર 43 વર્ષ પછી સ્ટેમ્પ ડ્યૂટી વસુલ કરવા માંગે છે. માત્ર સ્ટેમ્પ ડ્યૂટી જ નહીં, પરંતુ તેની સાથે 4 પટ થી 6 પટની દંડની રકમ (અથવા 5 થી 7 ગણી દંડ રકમ) વસુલ કરવાનો મનસ્વી કાયદો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય સમગ્ર ગુજરાતના સામાન્ય માણસ માટે અત્યંત નુકસાનકારક છે. વર્ષો જૂના દસ્તાવેજો પર હવે કરોડો રૂપિયા વેરા અને દંડ રૂપે વસૂલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના સભ્યોને આનો કોઈપણ ખ્યાલ નથી અને અચાનક તેઓ પર ભારણ આવી રહ્યું છે. આ પગલાથી અનેક નાગરિકોને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે. હવે આ મનમાની સામે અને ન્યાય માટે લડત આપવી આવશ્યક બની છે. દરેક સોસાયટીના પ્રમુખો અને સભ્યોને આ અહિંસક લડતમાં જોડાવા વિનંતી છે. આજે અમે એક ફોર્મ જાહેર કરી રહ્યા છીએ અને આ ફોર્મ ભરીને ગુજરાતના નાગરિકોને આ અન્યાયથી બચાવીએ અને સરકારના આ નિર્ણય વિરુદ્ધની આ પ્રજાલક્ષી લડતમાં લોકો સમર્થન આપે એવી અપીલ છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય સામે અને ગુજરાતના નાગરિકોના હિતમાં હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ થવાની છે. તથા સરકારને રજુઆત કરી આ અન્યાય સામે લડત આપવા માટે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીને લીગલ સેલની ટીમ તૈયાર છે.