AAP: આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા આજે ગાંધીધામમાં મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફેરેન્સ કરવામાં આવી હતી. જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને આમ જનતા આગળ આવી ઉમેદવારી નોંધાવે એ માટે આહવાન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફેરેન્સમાં પૂર્વ કચ્છ પ્રમુખ ર્ડો. કાયનાત અન્સારી આથાએ જાહેર જનતાને આગળ આવી, આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. તેમણે એક ફોર્મ જાહેર કર્યું, આ ફોર્મ જે પણ ચૂંટણી લડવા માંગતા હોય તે લોકો ભરી આપે. આમ આદમી પાર્ટીની સમિતિ એ ફોર્મ ચકાસી આગામી ચૂંટણીમાં જાહેર જનતામાંથી ઉમેદવાર પસંદ કરશે.
આપ્રસંગે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ અપીલ કરી હતી કે, આગામી ચૂંટણીમાં જાહેર જનતા પોતે ઉમેદવારને પસંદ કરે અને નાત જાતને ભૂલી સારા ઉમેદવારને વોટ આપે. અંજાર શહેર પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ યુવાનોને અપીલ કરી હતી કે પોતાના ક્ષેત્રનો વિકાસ કરવા અને લોકોની સેવા કરવા માંગતા નવ યુવાનો આગળ આવે.