Saurashtra: ભાદર,ન્યારી, મચ્છુ સહિત અનેક ડેમો હજુ ઓવરફ્લો ત્યારે ખેડૂતોને પુરતી સહાય અપાય તો નૂતન વર્ષમાં રવિ સીઝનનું આશાસ્પદ ચિત્ર
ગત વર્ષ કરતા આજી જેવડા ૧૪ ડેમ ભરાય એટલો વધારે જળસંગ્રહ
Saurashtraના જળાશયોમાં ૮૬’૫૧૧ એમ.સી.એકટી.નો એટલે ૯૪.૬૪ ટકાનો જળસંગ્રહ કે શમતાના છે • જે ગત વર્ષના આ જ દિવસ, તા.૨૨ ઓક્ટોબરની સાપેક્ષે ૧૩,૩૮૧| એમ.સી.એકટી. વધારે છે જે રાજકોટના આજી જેવડા ૧૪ ડેમો ભરાય એટલો સંગ્રહ વધારે છે.
સિંચાઈ વિભાગના રિપોર્ટ મૂજબ રાજકોટને પાણી પૂરું પાડતા આજી, ન્યારી, ભાદર સહિત રાજકોટ જિલ્લાના ૨૭માંથી ૨૫ ડેમો છલોછલ છે. મોરબી જિલ્લામાં મચ્છુ-૧,૨,૩ અને ડેમી-૨,૩ ડેમો પણ છલકાઈ રહ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લાના લગભગ તમામ ડેમો પણ શરદઋતુમાં ઓવરફલી થઈ રહ્યો છે. જળસંગ્રહ વધારે થતા એક તરફ ખેડૂતોને કૃમિની આ મુખ્ય સીઝનમાં પારાવાર નુકશાની થઈ છે અને હજુ સુધી ખેડૂતોને પૂરતી સહાય મળી નથી ત્યારે બીજી તરફ નૂતન વર્ષમાં રવિ સીઝન માટે કૃષિને ઉત્તેજન અપાય તો આશાસ્પદ ચિત્ર રહ્યું છે