આમ આદમી પાર્ટીના Gujarat પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ મુદ્દા પર સંબોધન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં લગભગ 30 વર્ષથી લોકોએ ભાજપને મોકો આપ્યો, પરંતુ આજે ગુજરાતમાં તમામ સ્તરના લોકોની હાલત બત્તર થઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ભાજપને હરાવી શકે તેમ નથી.

તો હવે ગુજરાતના લોકોને કોંગ્રસની બ્રાંડ પર ભરોષો નથી, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબુત વિકલ્પ બની શકે તેમ છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ જતાવ્યો હતો અને અને આજે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો કોંગ્રેસના બાકી તમામ ધારાસભ્યો કરતા વધુ સારી રીતે જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. માટે સૌ હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે પુરી તાકતથી કામ પર લાગી જાવ. ગુજરાતમાં રાજનૈતીક શૂન્ય અવકાશ છે અને આપણું ભવિષ્ય ઊજળું છે.