Gopal Italia News: અમરેલી જિલ્લાના ધારીમાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય Gopal Italia,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, અમરેલી જિલ્લા મહામંત્રી હિરેન વિરડીયા, વિધાનસભા પ્રભારી તેમજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રાહુલ હરખાણી, કામરેજ વિપક્ષ નેતા જે.ડી. કથારીયા, ધારી તાલુકા પ્રમુખ લાલજી ચોવટીયા, બગસરા તાલુકા પ્રમુખ ભાવેશ ગોધાણી, વીરપુરના પૂર્વ સરપંચ પ્રતાપભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં 20 જેટલા ગામોના સરપંચ અને કોંગ્રેસમાંથી 70 થી 80 જેટલા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચંપુભાઈ મકવાણા- શિવડ, કાળુભાઈ ધાધલ -રામપુર, લાલભાઈ વાળા- નાગધ્રા, અજયભાઈ વાળા-લાખાપાદર, પ્રદીપભાઈ દવે- ફતેહગઢ, ગોરધનભાઈ વસોયા- દેવળા, રણુંભાઈ-વાવડી, વિક્રમભાઈ જીયાણી- માધુપુર, મનીષભાઈ રાઠોડ- મીથ્થાપુર, કલ્પેશભાઈ કોરાટ-ડાંગાવદર, વિનુભાઈમાંજુસા-જુનાચરખ, મગનભાઈ સોલંકી- ઝરપરા, ભરતભાઈ બજાણીયા -જળજીવડી, લાલભાઈ ગોંડલીયા- કરમદડી પુ.માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર ધારી, ચંદ્રકાન્તભાઈ છેદાણી -રામપુર, રાજુભાઈ પી. વાળા- બોરડી બાર કાઉન્સિલ ઉપ પ્રમુખ ધારી, છત્રજીતભાઈ વાળા બોરડી- પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ ધારી, કલ્પેશભાઈ ચાવડા- ડાંગાવદર, ભાવેશભાઈ વાવરીયા – ક્રાંગસા, પ્રતાપભાઇ વાળા – વીરપુર, લલિતભાઈ ઇંટોલિયા-પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના અનેક આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ સભાને સંબોધન કરતા Gopal Italiaએ જણાવ્યું હતું કે આપણે જ બનાવેલી સરકાર સુધી આપણી વાત પહોંચતી નથી. ગાંધીનગર સુધી આપણી કોઈ પણ વાત પહોંચતી નથી,વાત પહોંચાડવા માટેના રસ્તાઓ તો ઘણા છે. પરંતુ આપણી વાત જ જો ગાંધીનગર સુધી નહીં પહોંચે તો આપણા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે નહીં. મેં ધારાસભ્ય બન્યા પછી સૌથી ખરાબ પરિસ્થિતિ એ જોઈ કે ભાજપના એક પણ માણસનું બજારમાં પાવલું પણ ઉપજતું નથી. એક પણ ભાજપના નેતાઓનું ગાંધીનગરમાં કશું પણ ઉપજતું નથી. સરકાર હોય તો સરકારને રજૂઆત કરીએ, સરકાર ન હોય અને સર્કસ હોય તો? ગાંધીનગરમાં સર્કસ છે અને અહીં ચૂંટાયા તેઓનું કંઈ ચાલતું નથી. તો જાવું ક્યાં? ખેતરે આવવા જવાના જવા માટે રસ્તાઓની સમસ્યા આખા ગુજરાતમાં ખૂબ જ છે. પરંતુ કોઈ સાંભળવા વાળું છે ? ગુજરાતનો જમીન મહેસુલ નો કાયદો 1879 માં બનેલો છે. આ અંગ્રેજોએ જે કાંઈ કાયદો બનાવ્યો છે તે જ કાયદો ગુજરાતમાં આજે લાગુ છે આટલા વર્ષોથી સત્તામાં છે છતાં પણ એક સારો કાયદો બનાવી શક્યો નથી. એટલે જ આખા ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં મન ફાવે ત્યાં થાંભલા નાખી દે છે. આ થાંભલા નાખવાનો કાયદો પણ 1885 માં અંગ્રેજોએ બનાવ્યો હતો. આ કાયદો પણ આજે લાગુ છે. સરકાર ધારે તો એક મિનિટમાં નવો કાયદો બનાવી શકે છે. આ મેં વિધાનસભામાં નરી આંખે જોયું છે. તો પછી અંગ્રેજોનો કાયદો રદ કરીને ખેડૂતોને સારું વળતર મળે તેવો કાયદો કેમ નથી બનાવતા? એટલા માટે નથી બનાવતા કારણ કે તેમને પણ ખેડૂતોનું શોષણ કરવું છે.

AAP ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે સરકારમાં બહુમતી છે તેમને કોણે રોક્યા છે? સરકાર સુધી આપણી વાત પહોંચતી નથી કારણ કે તેમને આપણી જરૂર જ નથી. સરકારને અભિમાન આવી ગયું છે કે અમે કોઈની વાત સાંભળશું નહીં, જનતાની જરૂર જ નથી.આજે શહેરો મોટા થાય છે પરંતુ ગુજરાતમાં 30 વર્ષની સરકારે ગામડાઓ મોટા કર્યા નથી. સુરેન્દ્રનગરના કલેકટરને 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા. તો શું ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે? એક સોલાર કંપનીનો માણસ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની ભલામણથી સુરેન્દ્રનગરમાં કામ કરવા માટે ગયો હતો. કલેકટરે પૈસા માગ્યા અને લીધા પણ ખરા.આ માણણસની હિંમત તો જુઓ જેને વડાપ્રધાને અને મુખ્યમંત્રીએ ભલામણ કરી એ માણસ પાસે કલેક્ટરે પૈસા માંગ્યા. પછી વડાપ્રધાને ઈડીને અહીં દરોડા પાડવા માટે મોકલ્યા. વાંધો એ વાતનો પડ્યો કે ઉપર પણ પૈસા લેવાઈ ગયા છે તો નીચેવાળા લોકોએ કેમ લીધા? નીચેવાળો માણસ પણ કેવો છે કે જેને વડાપ્રધાનનો પણ ડર નથી. તો આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે ? ટેકા ના ભાવની યોજના છે તે ભાજપના દલાલો અને એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે. ખેડૂતો માટે કંઈ વધવા દેવાનું નથી. આટલી મોટી ગુજરાત સરકારમાં સાંભળનાર માણસ કોઈ છે જ નહીં. માત્ર ડરાવવા ધમકાવવા માટે પ્યાદાઓ રાખ્યા છે.

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખાતર માટે લાઈન લાગે છે પરંતુ દારૂમાં તો ક્યારેય લાઇન લાગતી નથી. દારૂ લેવા જવુ પડતું નથી અને લાઈન પણ લાગતી નથી, ઘરે સીધો આવી જાય છે. તેવી વ્યવસ્થા ગૃહ મંત્રીએ કરી આપી છે. ગમે તેટલો પ્રતિબંધ હોય, ગમે તેટલી પોલીસ હોય, પરંતુ દારૂની ઘટ તો ક્યારેય આવતી નથી. હું તમારા વતી ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીશ કે આ બુટલેગરોને દારૂના બદલે ખાતર વેચવાની વ્યવસ્થા આપી દો. બુટલેગકોને ફાવટ સારી છે. માલ ઘટે પણ નહીં અને ઘરે આવીને આપી પણ જાય છે. કરોડો રૂપિયા વેડફાઇ જાય છે પરંતુ કોઈ પૂછવા વાળું નથી. ખેડૂત જો માવઠાનું વળતર માગશે તો 50 કાગડીયા માગશે. જ્યારે ખેડૂત અને સામાન્ય માણસ બોલે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના નામે ડરાવવામાં આવે છે. કાયદો ગરીબ માણસને ડરાવવા માટે છે, વ્યવસ્થા બધી ભાજપવાળા માટે છે. આપણી પાસે તાકાત છે સાચું બટન દબાવો તો સુખી અને ખોટું બટન દબાવો તો દુઃખી થવાય. ગુજરાતના ગામડાના લોકોની પીડા બહુ વધી ગઈ છે. આમ આદમી પાર્ટી એ સંઘર્ષની પાર્ટી છે. એક પછી એક નેતા જેલમાં જઈ રહ્યા છે. હવે લગભગ મારો વારો છે. મેં સૂટકેસ પણ તૈયાર રાખી છે. તમે જેટલા આશીર્વાદ આપશો તેટલું મજબૂત કામ અમે કરીશું.