Jitendra Upadhyay AAP: આમ આદમી પાર્ટી શિક્ષણ સેલ ગુજરાતના પ્રમુખ Jitendra Upadhyayએ વિડીયોના માધ્યમથી ગુજરાતમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતનું શિક્ષણ તંત્ર ખાડે ગયું છે. આવું આપણે કહેવું પડે છે કારણ કે, ગુજરાતનું શિક્ષણ પાછળનું બજેટ દર વર્ષે અંદાજે 50 થી 60 હજાર કરોડનું હોય છે. વર્ષ 2025- 26 નું બજેટ પણ 60 હજાર કરોડનું છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થા જોઈએ તો ખાડે ગઈ હોય એવું લાગે છે. જ્યાં શિક્ષકો છે ત્યાં ઓરડાઓ નથી, જ્યાં ઓરડાઓ છે ત્યાં શિક્ષકો નથી, સરકારી સ્કૂલોમાં રમતગમત માટે ગ્રાઉન્ડ નથી. વર્ષ 2024-25 માં જોઈએ તો 1600 સ્કૂલો એવી હતી જે એક જ શિક્ષકથી ચાલતી હતી એટલે કે એક જ શિક્ષક બધા વિષય ભણાવતા હતા. જો આવી વ્યવસ્થા હશે તો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશો? સરકારી સ્કૂલોની હાલત કફોડી છે. હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્વીકાર્યું કે ખાલી અમદાવાદમાં જ 32 સ્કૂલો એવી છે જે પતરાના શેડ હેઠળ ચાલે છે. આ પતરાવાળા શેડ હેઠળ વિદ્યાર્થીઓ વર્ષોથી અભ્યાસ કરે છે. આટલા વર્ષો પછી સરકારને સૂઝ્યું કે હવે તેના પાક્કા મકાનો બનાવીએ તો અત્યાર સુધી તમે શું કરતા હતા?

પતરામાં કાણાંમાંથી વરસાદ પડતો હોય આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ વર્ષો સુધી અભ્યાસ કરતા હતા. આવી સ્થિતિ દરેક જગ્યાએ ગુજરાતમાં છે. આ તો ફક્ત અમદાવાદની જ વાત કરી કે અહીંયા 32 સ્કૂલ પતરાના શેડ વાળી છે જેમાં 9000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આટલા વર્ષોથી વિદ્યાર્થીઓએ કેવી રીતે અભ્યાસ કર્યો હશે..? અત્યારે ભાજપના સત્તાધીશોને સુજ્યું છે કે હવે એને પાક્કા મકાનો બનાવીએ અને પાંચ વર્ષ સુધી એમના મળતીયાઓને ટેન્ડર આપશે. પાકા મકાનો બનાવશે અને એમાં ખરાબ માલ સામાન વાપરશે અને ફરી એમાં બે વર્ષમાં પોપડા પડવા મળશે. શિક્ષણમાં પણ પુષ્કળ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમે એ તો વિચારો કે બાળકો કેવી રીતે ભણશે? શાળામાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, રમતગમતનું મેદાન નથી, પાકા ક્લાસરૂમ નથી. અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગુજરાતનું શિક્ષણ તંત્ર ખાડે ગયું છે, એમાં તો ભ્રષ્ટાચાર છોડો..