Americaમાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયાના ભાગરૂપે 33 ગુજરાતી નાગરિકો પણ ભારત પરત ફર્યા છે. આ વાપસી બુધવારે અમૃતસર થઈ હતી, જ્યાં આ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમાંના મોટાભાગના લોકો ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના છે. આ વાપસી ત્યારે થઈ છે જ્યારે અમેરિકી સરકારે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધા છે અને તેમને તેમના દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું છે.

પરત ફરેલા ગુજરાતીઓ પર નજર કરીએ તો સૌથી વધુ લોકો મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના છે. મહેસાણામાંથી 12, ગાંધીનગરથી 12, સુરતમાંથી 4 અને અમદાવાદમાંથી 2 લોકો પરત ફર્યા છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે જે વડોદરાની છે અને 15 દિવસ પછી પણ તેના પરિવારનો સંપર્ક કરી શકી નથી. આ મહિલાનું નામ ખુશ્બુ પટેલ છે, જે પાદરાના લુણા ગામની રહેવાસી છે. તે એક વર્ષ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાં તેના પતિ સાથે રહેવા લાગી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી તેનો પરિવાર તેનો સંપર્ક કરી શક્યો ન હતો.

યાદીમાં 33 નાગરિકો ગુજરાતના છે

સ્મિતકુમાર પટેલ પણ મહેસાણા જિલ્લામાંથી પરત ફર્યા છે. સ્મિતકુમારના ઘરનું સરનામું પણ મળ્યું નથી, કારણ કે તે તે જગ્યા વેચીને બીજે ક્યાંક ચાલ્યો ગયો હતો. આ સાથે અન્ય ઘણા પરિવારોએ પણ દાવો કર્યો હતો કે તેઓએ થોડા દિવસો પહેલા તેમની પુત્રીનો સંપર્ક કર્યો હતો, જે સાત મહિના પહેલા અમેરિકા ગઈ હતી. અમેરિકાથી પરત આવેલા 33 ગુજરાતી નાગરિકોની યાદીમાં વિવિધ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.

Americaથી પરત ફરેલા 33 ગુજરાતીઓના નામ

જયેન્દ્રસિંહ વિહોલ, ઉંમર-29 વર્ષ, વતન-મહેસાણા
હિરલ વિહોલ, ઉંમર-24 વર્ષ, વતન-મહેસાણા
પિન્ટુકુમાર પ્રજાપતિ, ઉંમર-40 વર્ષ, વતન-મહેસાણા
શિવાની ગોસ્વામી, ઉંમર-27 વર્ષ, વતન-મહેસાણા
ઈશા પટેલ, ઉંમર-24 વર્ષ, વતન-મહેસાણા
બીના રામી, ઉંમર-36 વર્ષ, વતન-મહેસાણા
જયેશ રામી, ઉંમર-36 વર્ષ, વતન-મહેસાણા
ધ્રુવગીરી ગોસ્વામી, ઉંમર-9 વર્ષ, વતન-મહેસાણા
હેમલ ગોસ્વામી, ઉંમર-6 વર્ષ, વતન-મહેસાણા
હાર્દિકગીરી ગોસ્વામી, ઉંમર-30 વર્ષ, વતન-મહેસાણા
હિમાની ગોસ્વામી, ઉંમર-28 વર્ષ, વતન-મહેસાણા
નિકિતા પટેલ, ઉંમર-29 વર્ષ, વતન-મહેસાણા

કેતુલ દરજી, ઉંમર-27 વર્ષ, વતન-ગાંધીનગર
પ્રેક્ષા પ્રજાપતિ, ઉંમર-20 વર્ષ, વતન-ગાંધીનગર
બલદેવ ચૌધરી, ઉંમર-40 વર્ષ, વતન-ગાંધીનગર
રૂચી ચૌધરી, ઉંમર-25 વર્ષ, વતન-ગાંધીનગર
જીવનજી ગોહિલ, ઉંમર-36 વર્ષ, વતન-ગાંધીનગર
માયરા પટેલ, ઉંમર-7 વર્ષ, વતન-ગાંધીનગર
પ્રેક્ષા પ્રજાપતિ, ઉંમર-20 વર્ષ, વતન-ગાંધીનગર
ઋષિતા પટેલ, ઉંમર-35 વર્ષ, વતન-ગાંધીનગર
કરણસિંહ ગોહિલ, ઉંમર-34 વર્ષ, વતન-ગાંધીનગર
મિત્તલ ગોહિલ, ઉંમર-27 વર્ષ, વતન-ગાંધીનગર
હયનસિંહ ગોહિલ, ઉંમર-4 વર્ષ, વતન-ગાંધીનગર
માહી ઝાલા, ઉંમર-11 વર્ષ, વતન-ગાંધીનગર
એન્જલ જાલા, ઉંમર-11 વર્ષ, વતન-ગાંધીનગર

એની પટેલ, ઉંમર-17 વર્ષ, વતન-સુરત
કેતુલ પટેલ, ઉંમર-41 વર્ષ, વતન-સુરત
મંત્ર પટેલ, ઉંમર-12 વર્ષ, વતન-સુરત
કિરણ પટેલ, ઉંમર-39 વર્ષ, વતન-સુરત

અરુણા ઝાલા, ઉંમર-35 વર્ષ, વતન-અમદાવાદ
જીજ્ઞેશકુમાર ઝાલા, ઉંમર-38 વર્ષ, વતન-અમદાવાદ

સતવંતસિંહ રાજપૂત, ઉંમર-40 વર્ષ, વતન-પાટણ
ખુશ્બુ પટેલ, ઉંમર-30 વર્ષ, વતન-વડોદરા
સ્મિત પટેલ, ઉંમર-24 વર્ષ, વતન-ખેડા