મોરબી જિલ્લામાં રવિવારથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વાંકાનેરમાં વધુ સાડા પાંચ ઈંચ અને મોરબી તથા ટંકારામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને પગલે માળિયા પંથકના હાલ બેહાલ થયા છે. જિલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા છે. મોરબીના Machhu ૨ અને Machhu ૩ ડેમના પાણી માળિયા પંથકમાં પહોંચતા ખાનાખરાબી સર્જાઈ છે.માળિયા પંથકમાં સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

માળિયા-કચ્છ નેશનલ હાઈવેને વ્યાપક નુકસાન થતાંબંધ, રેલ્વે ટ્રેક ધોવાઈ જતાં તાત્કાલિક રિપેરિંગ શરૂ

મોરબી જિલ્લામાં સારા વરસાદ તેમજ, સતત પાણીના ધસમસતા પ્રવાહે હાઈવેના ડામર રોડને તોડી નાખ્યો હતો.અને ટુકડે ટુકડે હાઈવે વિખેરાઈ ગયો હોય તેવો સીન જોવા મળ્યો હતો.

ઉપરવાસની સતત આવકને પગલે જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા| છે.અને ડેમ ઓવરફલો થતા મચ્છુ ૨ અને ૩ ના પાણી છોડવામાં આવતા માળિયા પંથકમાં તારાજી સર્જાઈ છે.ડેમના પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવતા માળિયા પંથકમાં પાણી પહોંચ્યું હતું. જેને પગલે માળિયા-કચ્છ નેશનલ હાઈવે ૨૪ કલાક કરતા વધુ સમય સુધી બંધ રાખવો પડયો હતો. મોરબીને કચ્છ સાથે જોડતા નેશનલ હાઈવેના હાલ બેહાલ જોવા મળ્યા હતા.

ત્યારે હવે તંત્રએ વરસાદે વિરામ લેતા રીપેરીંગ કામ શરુ કર્યું છે.હાઈવે પર નાના વાહનોને પસાર કરાવી હાઈવેનું તાકીદે રીપેરીંગ શરુ કરવામાં આવ્યું છે. રોડ પર પડેલા મોટા ગાબડા રીપેરીંગ થયા બાદ રોડની એક સાઈડથી વાહન વ્યવહાર શરુ કરાશે. તેવી માહિતી તંત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે

માળિયાની સ્થિતિને પગલે જિલ્લો પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા પણ | માળિયાની મુલાકાતે પહોંચી ગયા હતા. માળિયા હાઇવે પર મંત્રી અને અધિકારીઓના વાહન પસાર કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતા. ભારે પાણીના પ્રવાહને પગલે માળિયા નજીકથી પસાર થતી રેલ્વે લાઈનને પણ નુકશાન પહોંચ્યું હતું. અનેક સ્થળોએ રેલ્વે ટ્રેક ધોવાઈ જવા પામ્યા હતા. રેલ્વે વિભાગે તાકીદે રીપેરીંગ કામગીરી શરુ કરી છે.