આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ‘આપ’ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલભાઈ ઈટાલીયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાનામાં નાના માણસો પણ ગોપાલભાઈ ઈટાલીયાને ખુબ પ્રેમ કરે છે. ખેડૂતોને તેમનો હક અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ગોપાલભાઈ ઈટાલીયા ભજવી રહ્યાં છે.

મનોજભાઈ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગોપાલભાઈ ઈટાલીયાનું ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં અવશ્ય ફાળ પડશે. ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવેથી વિધાનસભામાં ગુંજશે તેવી આશા સમગ્ર ગુજરાતને છે. ગોપાલભાઈ ઈટાલીયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે તેવી આમ આદમી પાર્ટીને જ નહીં, સમગ્ર ગુજરાતની જનતાને આશા છે.