Morbiથી રાજકોટ પુત્રીને ત્યાં આવેલી પલ્લવીબેન વિપુલભાઈ ત્રિવેદી (ઉ.વ.૪૦) ઉપર તેના જમાઈ રાઘવ કુંવરિયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ મળી, છરી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે.

પત્ની ઘરેથી જતી રહેતાં Morbi રહેતો જમાઈ ઉશ્કેરાયો હતો, ચાર આરોપીઓ સામે ફરિયાદ

Morbiમાં નવલખી ફાટક પાસે લાયન્સનગરમાં રહેતા પલ્લવીબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની મોટી પુત્રી પૂજા રાજકોટના અક્ષરનગરમાં સાસરે છે. નાની પુત્રી પ્રાર્થનાએ ૯ માસ પહેલા મોરબીના યોગીનગરમાં રહેતા રાઘવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. ગઈકાલે સવારે તે ઘરે હતી ત્યારે જમાઈ રાઘવે કોલ કરી કહ્યું કે પ્રાર્થના ક્યા છે, તમારા ઘરે આવી છે. આ વખતે તે ઘરે એકલી હતી. પતિ ડ્રાઇવિંગ કરતો હોવાથી બહારગામ ગયો હતો. આ સ્થિતિમાં જમાઈ રાધવથી ડરીને ટુ વ્હીલર લઇ રાજકોટ રહેતી પુત્રી પૂજાના ઘરે આવી હતી. થોડીવાર બાદ સફેદ કલરની કારમાં જમાઈ રાઘવ ત્રણ અજાણ્યા શખ્સો સાથે ત્યાં ધસી આવ્યો હતો અને તેને કહ્યું કે મારી પત્ની પ્રાર્થનાને ક્યા સંતાડી છે, તેને મારી સાથે મોકલો. બાદમાં તેને બેફામ ગાળો ભાંડી, ઝપાઝપી કરી, ગડદાપાટુનો માર માર્યો હતો. | તેણે બૂમાબૂમ કરતાં ઉશ્કેરાઈ જઈ છરી કાઢી ડાબા હાથના કાંડા પાસે ઘા ઝીંકી દીધા હતા. જેને કારણે લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાર પછી ચારેય આરોપીઓ ભાગી ગયા હતા.

જતાં-જતાં પ્રાર્થનાને મોકલી દેજો, નહીંતર બધાને મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ પછી ૧૦૮માં તેણે સિવિલ જઇસારવાર લીધી હતી. જ્યાં જઈ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી હતી.