Gondalમાં કડીયા કામ કરી જીવન નિર્વાહ ચલાવતા ૬૮ વર્ષીય વૃધ્ધે માત્ર શોખથી કડીયા કામમાં ઉપયોગી સાધનો આંગળી કે આંગળી નાં વેઢા જેવડાં બનાવી રેકોર્ડ બનાવ્યો છે.

Gondal: કડીયા કામમાં વપરાતા ચુનારડી, ટોચણિયું, ઓળંભો, ઘણ, ચારણો, ટાંકણું, છીણી, રંધો, રંધી, ટચૂકડો પાવડાનો સમાવેશ

Gondal: ગુંદાળારોડ પર આવેલાં રામકૃષ્ણનગરમાં રહેતા મનસુખભાઈ જીવાણી કડીયા કામ કરે છે. સંતાનમાં એક દિકરી છે. તેનાં પણ લગ્ન થઇ ગયા છે. હાલ પતિ – પત્ની મોજીલું જીવન જીવે છે. તેમનો જીવન નિર્વાહ કડીયા કામ કરી ચલાવે છે. તેઓએ માત્ર શોખથી આંગળી જેવડા કડિયા કામમાં ઉપયોગમાં લેવાતા ઓજારો બનાવ્યાં છે. જેમાં રંઘો રંધી, ચુનાડી, ટોચણીયું, ધણ, ઓળંભો, પાવડો, ચારણો, ટાંકણું, છીણી સહિતનો |સમાવેશ થાય છે.

એલ્યુમિનિયમનાં પતરા તથા લાકડાનો ઉપયોગ કરી આપસુજ દ્વારા ઓજારોનું અદભુત કલેક્શન બનાવ્યું છે. તેમણે બનાવેલા ટચુકડા પાવડાનાં હાથા માટે બોલપેનનો ઉપયોગ કર્યો છે. તો લાદી કાપવાનાં કટર મશીન માટે જૂનાં ટેપરેકર્ડની મોટર અને ઘડિયાળનાં ડાયલનો બખુબી ઉપયોગ કર્યો છે. તેઓએ સતત છથી સાત વર્ષની મહેનત ટચુકડા આ ઓજાર બનાવ્યાં છે. આર્ટ્સ ગ્રેજ્યુએટ થયેલા આ કારીગર કવિતાઓ પણ લખે છે. કલા સાહિત્યનો જીવડો ભલે કડિયા કામ કરતા હોય પણ અંદર પડેલી કલા ને જીવંત રાખે છે. આજે ૬૮ વર્ષની વયે યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા કારીગરનું ટચુકડા ઓજારોનું કલેક્શન જોવા જેવું છે.