ગાંધીનગર પોલીસ ભવનમાં એસપીનો હોદો ધરાવતા IPS અધિકારીએ મહિલા વકીલ સાથે દુષ્કર્મ કરવાના ગંભીર આક્ષેપને મામલે થયેલી અરજી સંદર્ભમાં રાજ્યના ગૃહવિભાગે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે IPS અધિકારી વિરૂહના તમામ પુરાવા એકત્ર કરાયા છે. જેમાં તે આઇપીએસ અધિકારીના એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ, વોટ્સએપ ચેટ, ઓડીયો કલીપ જેવા મહત્વના પુરાવા છે. જેથી આઇપીએસ અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી તપાસ બાદ આઈપીએસની ભૂમિકા નક્કી થશે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની સૂચના પણ રાજ્યના ગૃહવિભાગ દ્વારા આપવામાં આવી છે.
સીસીટીવી ફુટેજ, વોટ્સએપ ચેટ, મેડિકલ સહિતના પુરાવા એકઠા કરાયા હાલ એડીજીપી સ્તરના અધિકારીના સુપરવિઝનમાં તપાસ થશે. ગાંધીનગરમાં પોલીસ ભવનમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એક IPS અધિકારીએ પોતે અપરણીત હોવાનું કહીને મહિલા વકીલ સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જો કે અધિકારી પરણિત હોવાની જાણ થતા મહિલા વકીલે તેની સાથે સંભષ કાપી નાખ્યા હતા અને અમદાવાદ ખાતે લગ્ન કરીને તેનો ભુતકાળ ભુલવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, આઇપીએસ અધિકારીએ મહિલા વકીલને સતત કોલ કરીને પરેશાન કરતા વાત તેના પતિ સુધી પહોંચી હતી.
જેના આધારે રાજ્યના ગૃહવિભાગ, ડીજીપી વિકાસ સહાય ઉપરાંત રાષ્ટ્રપતિ અને પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર મામલે ગૃહવિભાગે ડીજીપીને તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ એડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે મહિલા વકીલના પતિ પાસેથી આઈપીએસની વોટ્સએપ ચેટ આઈપીએસના ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી ફુટેજ તેમજ મહિલાના પતિ અને આઇપીએસ અધિકારી વચ્ચેનો ૪૨ મિનિટની ઓડિયો ક્લીપનો સમાવેશ થાય છે. આ અંગે એક સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું કે અરજીને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે એસ પી કક્ષાના અધિકારી વિરૂદ્ધના પુરાવા હોવાથી પ્રાથમિક રિપોર્ટ બાદ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી / પુરેપુરી શક્યતા છે.