રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરનાર વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ દુખદ સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhavi, સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, આગેવાન રમેશભાઈ મેર સહિત અનેક પદાધિકારીઓએ મૃતક ઘનશ્યામભાઈના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરીયાળી ગામે ખુલ્લેઆમ ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ હતી. અને આ મુદ્દે જાણકારી હોવા છતાં પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવશે તો જ્યારે ગુનેગારોને લઈને આવવામાં આવ્યા ત્યારે લોકોને થયું કે તેમનું સરઘસ કાઢવામાં આવશે. પરંતુ ત્યાં ભેગા થનાર લોકો અને મૃતકના પરિજનો પર જ FIR કરીને તમામ લોકોને ધરપકડ કરવામાં આવી.
આજે એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને એ પરિવારને મદદ કરવા માટે આજે કોઈ આવી પણ નથી શકતું, એવી હાલત કરી દીધી છે. પોલીસે 60-70 લોકોને જેલમાં પૂરી દીધા છે. ત્યારે હું ગૃહમંત્રીને એટલું જ કહીશ કે શું આ જ જોવાનું બાકી રહી ગયું હતું? આજે ગુજરાતને યુપી બિહાર બનાવી દીધું છે. બીજી બાબત કે સમાજ-સમાજ કરનારા અહીંના ચૂંટાયેલા મંત્રી શું કોઈ પોલીસ અધિકારીને કોઈ સૂચન નથી આપી શકતા? પોલીસ અધિકારીઓ આટલો અત્યાચાર કરી રહ્યા છે કોળી સમાજ પર, પરિવાર પર. અને ચૂંટાયેલા મંત્રી શું કરી રહ્યા છે? પોલીસ રાત્રે ધરપકડો કરી રહી છે, તેનો મતલબ કે કાયદો તો પોલીસ તોડી રહી છે જ્યારે હકીકતમાં આ પરિવારને ન્યાય અપાવવાની જરૂર હતી. આજે આમ આદમી પાર્ટીની ટીમ ફરી એકવાર પરિવાર સાથે આવી છે. કાયદાકીય રીતે જેટલી પણ મદદ શક્ય હશે તેટલી મદદ અમે તમામ લોકોને કરીશું. અમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબતે છે કે કોઈપણ વ્યક્તિ પર અને કોઈ પણ માતા બહેન દીકરી પર અત્યાચાર ન થવો જોઈએ. એક પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે અને તેમને મળવા માટે કોઈને આવવા પણ નથી દેતા, આટલી હદે અત્યાચાર ન કરાય.