વડોદરાના એક કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી Bhupendra Patelનો આક્રમક સ્વભાવ જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હરણીકાંડમાં સંતાનો ગુમાવનારી બે મહિલાઓ એકાએક ઉભી થઈ ગઈ અને મુખ્યમંત્રી પર સવાલોનો તોપમારો ચલાવ્યો. તે સમયે Bhupendra Patel દ્વારા જણાવાયુ કે, ‘તમે ચોક્કસ એજન્ડા લઈને આવ્યા છો, કાર્યક્રમ પતે પછી મળજો.’

વાત કંઈક એમ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel તેમના મૃદુ સ્વભાવ માટે ઓળખાય છે. મંત્રીમંડળ હોય કે અધિકારીઓ કે પછી સામાન્ય નાગરીકો, કોઈએ ક્યારેય તેમનો આક્રમક સ્વભાવ જોયો નથી. આ વચ્ચે વડોદરાના એક કાર્યક્રમમાં તેઓ અચાનક રોષે ભરાયા અને મહિલાઓને જાહેરમાં તતડાવી નાખી.

વડોદરાના કાર્યક્રમમાં પહોંચેલા Bhupendra Patel ભાષણ કરી રહ્યા હતા, તે દરમિયાન હરણીકાંડમાં પોતાના સંતાનોના જીવ ગુમાવનારી બે માતાઓ અચાનક ઉભી થઈ અને હરણીકાંડ સબંધે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? તેવા સવાલો ઉઠાવ્યા. પોતાના બાળકોના મોતનો જવાબ માંગી રહેલી આ મહિલાઓને લોકોએ શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિરર્થક રહ્યો.

અંતે મુખ્યમંત્રી Bhupendra Patel આ બંને મહિલાઓને ગુસ્સે થઈ કહ્યું, ‘ના, ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાવ અત્યારે અને મળો પછી. તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો, અત્યારે બેસી જાવ, મળજો મને પછી. તમે મળીને જજો,મળાવશે. મળાવશે તમને, તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. એવુ ન હોઈ શકે, એમની પર ધ્યાન ન આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છે.’

આ બહેનોને ગુસ્સાના સ્વભાવમાં મુખ્યમંત્રીએ સંભળાવી દીધુ, તે બાદ તેમનો આ વીડિયો વાયરલ થઈ ગયો અને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. Bhupendra Patelના આ આક્રોશિત સ્વભાવની ચોમેર ચર્ચા થઈ રહી છે.

આ તરફ પીડિત મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી માટે તેમનો પ્રોટોકોલ મહત્વનો છે, તેમને અમારા સંતાનોના જીવ ગયા અને તેના જવાબદારો સામે કાર્યવાહી થાય તેમાં બિલકુલ રસ નથી. મહિલાએ ઉમેર્યુ કે, અમે દોઢ વર્ષથી લોકોને મળીને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તે સમયે કોઈ સિરિયસલી લેતુ નથી અને હવે ચાલુ સભામાં રજૂઆત કરી તો તેમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયા. મારે એટલુ જ કહેવુ છે કે, તમને એટલી જ પ્રોટોકોલની પડેલી હોય તો પહેલા જ કેમ એક્શન લેતા નથી? જ્યારે અમે દોઢ વર્ષથી ધક્કા ખાતા હતા તે સમયે. તેમ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો..