Ahmedabad: વરસાદના વિરામ બાદ ગઈકાલથી અમદાવાદમાં વરસાદી માહોલ છે. મોડીરાતથી અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યારે આજે સવારથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, સરખેજ, વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, શેલા, એસ.પી.રિંગ રોડ પર પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે.