બનાસકાંઠા જિલ્લાના vav બેઠકની ૧ પેટા ચૂંટણીમાં ભારે રસાકસીના અંતે ભાજપનો વિજય થયો 1 છે. પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ બેઠક જીતીને ભાજપે લોકસભા ચૂંટણીમાં હારનો બદલો લીધો છે. ખૂબ જ પાતળી સરસાઈ થી ભાજપ વિજયી બનતાં વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરનો રાજકીય જાદુ ઓસર્યો છે. એટલું જ નહિ, જાતિ ૧ આધારિત ચૂંટણી માં ઠાકોરોએ રંગ રાખ્યો હતો. અપક્ષ માવજી પટેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવી કોંગ્રેસની ગણતરી ઊંધી પડી : શંકર ચૌધરી-અલ્પેશ ઠાકોર લિટમસ ટેસ્ટમાં પાસ
vav: માવજી પટેલે કોંગ્રેસને નુકસાન પહોંચાડયું
માવજી પટેલે જીત-હારના સમીકરણો બદલી શકે તેટલા મતો મેળવ્યા છે. આ બેઠક પર ચીપરી-પટેલ સમાજના અંદાજે ૧૬.૩ ટકા મતદારો છે ત્યારે માવજી પટેલ જીતનારમાં ઘણાં સમીકરણો બદલી નાંખ્યા છે. ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા માવજી પટેલે ચોક્ક્સપણે ભાજપ ની સાથે કોંગ્રેસનું પણ નુકસાન કર્યું છે
છેલ્લા કેટલાક સમયથી ગેનીબેને બેઠક પર ભાજપને ફાવવા દીધું નથી. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. વાવ બેઠકની પેટાચૂંટણી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ બન્યો હતો જયારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય માટે પણ લિટમસ ટેસ્ટબની રહ્યો હતો.
હવે જયારે આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે ત્યારે ભાજપના નેતાઓની ઈજ્જત સચવાઈ ગઈ છે. વાવ બેઠક જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આઠ આઠ કેબિનેટ પ્રધાનો અને ભાજપના નેતાઓ એ વાવમાં પડયાં પાથયો રહ્યા હતા. ખુદ ગૃહમંત્રી એ અડિંગા જમાવ્યા હતાં પરિણામે ભાજપને પાર્યું પરિણામ મળ્યું હતું. આ બાજુ, અપક્ષ માવજી પટેલ ગેમચેન્જર સાબિત થશે તેવી કાગ્રેસની ગણતરી ઊંધી પડી ગઈ હતી. માવજી પટેલ ભાજપના મતોમાં ગાબડું પાડશે તે ધારણા ખોટી પડી હતી. આ ઉપરાંત ભાજપ અને માવજી પટેલ વચ્ચેની રાજકીય દુશ્મનીનો કોંગ્રેસ લાભ ઉઠાવી શક્યું નહી.