Gujarat : નડિયાદ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આજે રેલ મેલ સર્વિસ (RMS) અંગે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી છે. તેમને વીડિયો રજૂ કરી જણાવ્યુ કે, આઝાદી સમયથી નડિયાદમાં રેલ મેલ સર્વિસ ચાલતી હતી અને તેનો નગરવાસીઓ ખાસ કરીને વેપારીઓ લાભ લેતા હતા, તેવા સમયે પુનઃ RMS બંધ કરી દેવાતા તેને પાછી ચાલુ કરવાની માંગણી કરાઈ છે.

નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યુ છે કે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામડાઓ અને સમગ્ર જિલ્લામાં સંદેશા વ્યવહાર માટે આઝાદીકાળમાં RMS પોસ્ટ ઓફિસ અસ્તિત્વ આવી હતી. જે લોકોને ખૂબ જ ઉપયોગી પૂરવાર થયેલ છે.
આમ છતાં પોસ્ટલ ડીપાર્ટમેન્ટે જિલ્લાની નબળી નેતાગીરીનો ગેરલાભ ઉઠાવી, અગમ્ય કારણોસર નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આઝાદીકાળથી ચાલતી RMS પોસ્ટ ઓફિસ બંધ કરવાનો અને આણંદ રેલવે સ્ટેશન ઉપર ચાલતી RMS પોસ્ટ ઓફિસમાં મર્જ કરવાનો તુઘલખી નિર્ણય કર્યો છે. જે ખેડા જિલ્લાની પ્રજાને હળહળતા અન્યાય સમાન ગણાવ્યો છે.

આ નિર્ણયના કારણે ખેડા જિલ્લામાં ટપાલ સેવાને વિપરીત અસર પડેલ છે. તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા અને નડિયાદ RMS પોસ્ટ ઓફિસ બંધ કરી આણંદ RMS પોસ્ટ ઓફિસમાં મર્જ કરવાના તુઘલખી નિર્ણયની સમીક્ષા કરવા અને નડિયાદ RMS પોસ્ટ ઓફિસ પુનઃ ચાલુ કરવા માંગણી કરાઈ છે.
આ પણ વાંચો..
- 250 કરોડના ખર્ચે ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ, Mamata Banerjee કરશે ઉદ્ઘાટન..
- Gujaratના શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ઘટના : Worldgrad અને SNV ઈન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે મહત્વનો કરાર
- ફક્ત Aam Admi Party જ ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવી શકે તેમ છે: Isudan Gadhvi
- Ahmedabad: મૃત્યુ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીમાં જવાની નથી જરૂર, સ્મશાનગૃહમાં લગાવવામાં આવશે QR કોડ
- Gujaratના 11 જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી નવી અપડેટ