Jamnagar મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજે શહેરમાં મીઠાઈનાં ધંધાથીઓને ત્યાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. અને રૂ. પોણો લાખની કિંમતનાં ૩૩૮ કિલો મીઠાઈ – માવાનો નાશ કરવા આવ્યો હતો.
અનેક જગ્યાએ વાસી માવો, મોતીચૂર લાડુ, ગુલાબજાંબુ, ચાસણી, દાઝિયા તેલને નાશ કર્યો
Jamnagar મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના આદેશ અન્વયે તા. ૧૯થી ૨૫ સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેરમાં વહેચાતા ખાદ્ય પદાર્થની ડ્રાઈવ રૂપેડેટુડેએફ.એસ.ઓની ટીમ દ્વારા અલગ અલગ ખાદ્ય પદાથી વેચાણ / સંગ્રહ/ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં તપાસણી તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમા ખાદ્ય | સામગ્રી (મીઠાઈ) વાળાઓને ત્યાં તપાસ કરી વાસી/અખાદ્ય/મિસબ્રાન્ડેડખાધપદાથીનોનાશ કરવામાં આવ્યો હતો. તથા આ કામગીરી દિવાળી તહેવાર ને અનુસંધાને અવિરત ચાલુ રાખવામાં આવનાર છે તેમ જણાવાયું છે.
Jamnagar શહેરમાં ચેકિંગ ઝુંબેશ વધુ અસરકારક બનાવાશે
તા.રર. ના ફુડ વિભાગની ટીમદ્વારા દીગજામ સર્કલમાં આવેલ બાલાજી સ્વીટના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા આશરે | ૭૦ કિલો મોતીચૂરના લાડુ (કીમત ૧૪૦૦૦ ) ના અનહાઈજેનિક કંડીશન જણાતા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા તપેલામાં ખાલી કરાવી તેમાં પાણી નાખી નાશ કરાવેલ છે. ખોડીયાર કોલોની હિમાલય સોસાયટી- ૧માં ક્રિષ્ના ગુલાબજાંબુ નામની પેઢીમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા ગુલાબજાંબુના ફેવિશ પેકિંગ લેબલ વગર સપ્લાય કરવામાં આવતા હોવાનું જણાતા જે ફુડ સેફ્ટી ની જોગવાઈનું પાલન થતું ન હોય તેમજ તેલ દાઝિયું થવા છતાં ઉપયોગ કરતા હોય તેવું જણાયેલ અને ચાસણી પણ અનહાઈજેનિક કંડીશનમા ખુલ્લી જણાતા રૂ.૫૪૦૦ ની કીમત નાં ૪૫ કિલો જાંબુ, રૂ.૪૨૦૦ ની કીમતનું ૩૦ કિલો તેલ, રૂ. ૩૦૦૦ ની કિંમતની ૫૦ કિલો ચાસણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામા આવ્યો હતી.
રામનગરનો ઢળિયો બેડેશ્વરમાં આવેલ રિષભ ગૃહ ઉધોગના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન દરમિયાન વાસી ખાદ્ય પદાર્થ તથા શંકાસ્પદ માવો જોવા મળતા રૂ.૨૮૦૦ની કિંમતનાં ૮ કિલો લાડુ, રૂ.૭૦૦૦ની કીમતનો ૩૫ કિલો મેસુબ, રૂ.૪૦,૦૦૦ ની કીમત નો ૧૦૦ કિલો વાસી માવોનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ ૭૬ ૪૦૦ની કીમતનાં ૩૩૮ કિલો વાસી અખાદ્ય મીઠાઈ માવાનો નાશ કરાયો હતો.