જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા એક વેપારીના રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રૂપિયા ૫૦ હજારની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના સહિત ૧ લાખ ૯૦ હજાર ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.પરીવાર Bhagwat સપ્તાહમાં ગયો હતો, દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનને નિશાન બનાવી લીધું હતું.

૫૦ હજાર રોકડા, સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી

જોડિયા નજીક તારાણા ગામમાં રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના ૨૭ વર્ષના વેપારી યુવાને જોડિયા પોલીસ મથકમાં જાહેર કર્યું છે કે તેઓ ગઈકાલે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતે પરિવાર સાથે Bhagwat સપ્તાહમાં ગયા હતા, દરમિયાન પોતાના મકાનમાં કોઈ તસ્કરો ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા, અને લોકરમાં રાખેલી રૂપિયા ૫૦ હજારની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે | સહિત રૂપિયા એક લાખની નેવું હજારની | માલમતાની ચોરી કરી લઈ ગયા હતા.

જે ફરિયાદના અનુસંધાને જોડિયાના પીએસઆઇ આરએસ રાજપૂત પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કયી છે. પોલીસ દ્વારા કેટલાક શંકમંદ લોકોને બોલાવીને પૂછપરછ શરૂ શરૂ કરી છે, જ્યારે આ તપાસમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે.