Ahmedabad: વડોદરાની ઈલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલાને પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીના ચેરમેન કિશોરસિંહ ઝાલાએ અમદાવાદ ખાતેની કંપનીની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી હતી. મહિલા અમદાવાદમાં બસમાં નહેરુનગર સ્ટેન્ડ પર ઉતરી ત્યારે કિશોરસિંહે ડ્રાઈવર સાથે ગાડી લેવા માટે મોકલી હતી. કોર્પોરેટ ઓફિસમાં લાવ્યા બાદ કિશોરસિંહે પોતના પર્સનલ ઓફિસમાં બેસાડી છેડછાડ શરૂ કરી હતી પરંતુ મહિલાએ ના પાડી આપણે ફક્ત કામની વાત કરીએ તેમ કહ્યું હતું. પરંતુ કિશોરસિંહે હું તારી સાથે લગ્ન કરવાનો છું અને મારી કંપનીમાં ડિરેક્ટર બનાવીશ તો તને શું વાંધો છે તેમ કહ્યું હતું.
Ahmedabad માં એસ.જી. હાઇવે પર આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી વડોદરાની સુશિક્ષિત મહિલાને કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી કંપનીના ચેરમેને નવેમ્બર ૨૦૨૩થી મે-૨૦૨ ૪ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ૪૩ વર્ષની અ૫રિણીત મહિલાએ સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડરોડ પર એમઆઈ પાર્ક બંગલોમાં રહેતા કિશોરસિંહ ભીખુભા ઝાલા સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મેં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. મારા ફેસબુક મેસેન્જરમાં હાય લખેલ મેસેજ આવતા તે ચેક કર્યું તો કિશોરસિંહનો મેસેજ હતો. તેણે હુંફેસબુકનો ઉપયોગ વધારે કરતો નથી તેમ કહી મારો મોબાઈલ નંબર માંગ્યા બાદ વોટ્સએપથી સંપર્ક થયો હતો.
કિશોરસિંહે પોતે પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝનો ચેરમેન છું તેવી ઓળખ આપી હતી અને બાદમાં પાવર સ્ટેશન અંગેનો એક પ્રશ્ન પૂછતાં તેનો ઉત્તર આપતા મારા કામથી તેઓ પ્રભાવિત થયા હતાં. વોટ્સએપ પર કિશોરસિંહ બીભત્સ વીડિયો મોકલી ચેટિંગ કરતા મેં ના પાડી હતી અને માત્ર વ્યવસાયને લગતી જ વાત કરવા જણાવ્યું હતું. થોડા દિવસો બાદ કિશોરસિંહ વોટ્સએપ કોલ આવ્યો હતો અને મારી પત્ની સાથે મનમેળ નથી તેમ કહી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મને કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપવાની વાત કરી જણાવેલ કે આપણે ભેગા મળીને કામ કરીશું તો કંપનીને નવી ઊંચાઇ પર લઇ જઇશું.
તેની વાતમાં હું ભોળવાઈ હતી અને તેણે મને અમદાવાદના એસજી હાઈવે પર ફાઇવ કોમ્પ્લેક્સમાં આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીની ઓફિસમાં બોલાવી હતી. ત્યારેપર્સનલ ઓફિસમાં છેડછાડ શરૂ કરી શારીરિક છેડછાડ કરી મુખમૈથુન કરાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસો બાદ મને સુરેન્દ્રનગર ખાતે કંપનીની ફેક્ટરીની મુલાકાત માટે બોલાવી હતી ત્યારે કિશોરસિંહે જણાવેલ કે મારે દિલ્હી જવાનું છે પછી વાત કરીશું મારો મેનેજર તને કંપનીની મુલાકાત કરાવી દેશે, આપણા લગ્ન શક્ય નથી, આ રીતે સંબંધમાં રહી સાથે કામ કરીશું હું તને મારી કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો । આપીશ તેમ કહી જતો રહ્યો હતો.