Upaleta શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકને સમકક્ષ ૪૦૦ મીટરનો એક રનિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ વર્ષ ૨૦૧૯માં તેનું કેબિનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓની ઉપસ્થિતિમાં તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ રનીંગ ટ્રેકમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની જાળવણીનો અભાવ ન થતો હોવાને કારણે આ રનીંગ ટ્રેક દિવસેને દિવસે ખરાબ અને ખંઢેર હાલતમાં થઈ રહ્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના ર૦૦ વિદ્યાર્થીઓને ટ્રેક પર મુશ્કેલી, Upaletaના એક માત્ર ગ્રાઉન્ડની હાલત બદતર આ અંગે યોગ્ય કાર્યવાહી અને રસ્તા ઉપર લાઈટની પણ વ્યવસ્થા નથી
Upaleta: કામગીરી કરી યોગ્ય રીતે જાળવણી કરવાની માંગ ઉઠી છે. કારણ કે અહીં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અહીંયાથી પ્રશિક્ષણ લઈને પોતાની ફિઝિકલ તૈયારીઓ અને ફિટનેસ માટેની તૈયારીઓ કરતા હોય છે. ઉપલેટા શહેરમાં આવેલું આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક કે જે ૪૦૦ મીટરનો છે તે માટે ઉમેદવારો વહેલી સવારે ચાર વાગ્યાથી પોતાની પ્રશિક્ષણ માટેની તૈયારીઓ માટે દોડવા અને ફિઝિકલ ફિટનેસ માટે આવે છે ત્યારે અહીંયા રોજના અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા ઉમેદવારો હાલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે આમી, ફોરેસ્ટ અને પોલીસ વિભાગની પરીક્ષા માટે ફિઝિકલ તૈયારીઓ કરે છે ત્યારે આ અને સાથે જ જાળવણીના અભાવે અહીંયા કાદવ, કીચડ ઉદભવી રહ્યું છે.
ત્યારે અહીંયા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ અને આસપાસના શહેરને તાલુકા જિલ્લા વિસ્તારના ઉમેદવારો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક જવાબદાર તંત્રની અનઆવડત અને કાળજીના અભાવે ખંઢેર થઈ રહ્યું છે. અહીંયા જ્યાં ત્યાં રસ્તા ઉપર જાડી જાખરા ઉગી ચુક્યા છે અને સાથે જ કાદવ કિચનના કારણે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ પડે છે. આ ખરાબ ગ્રાઉન્ડની ખરાબ પરિસ્થિતિને લઈને વખતો વખત જવાબદાર તંત્રને | લેખિત ફરિયાદો અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ નિવેડો કે નિકાલ કરવામાં આવતો નથી.