રાજુલાના કાગધામ મજાદરમાં પૂજ્ય સોનલ માઁનો 101 મો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhavi અને લોક ડાયરાના બ્રિજરાજ ગઢવી અને આઈ માવો અને અનેક કલાકારોની અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા મહાપ્રસાદ અને લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. રાજુલા તાલુકાના કાગધામ મજાદર ગામે સોનલ માઁનો 101મો જન્મ ઉત્સવ સોનબાઈ માના મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રાગટ્ય આઈ મીણબાઈ મામા તથા આઈ અનુમા ગુંદરણ પીપાવાવના મહંત શ્રી મહેશ બાપુ તથા જયવિર નાથ બાપુ ઠવી તથા ઈસુદાન ગઢવીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ડાયરાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા પ્રસંગને અનુરૂપ સોનલ માઁનો મર્મ સમજાવવામાં આવ્યો હતો અને સાહિત્યની વાતો કરી હતી. તેમજ ઈસુદાન ગઢવી દ્વારા કવિ કાગબાપુ સાહિત્ય લીમડા નીચે બેઠી લખતા હતા, તે સ્થળ અને લીમડો તથા દેશી મકાન મકાનની અંદર ભરતકામ હતું તે તમામને નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સોનલ સેવા શક્તિ યુવા ગ્રુપ મજાદર કાગધામ ખાતે પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ કલાકારો સોનલ બીજના હિસાબે કોઈ પણ જાતના કલાકારો દ્વારા પૈસા પણ લેવામાં આવ્યા હતા નહીં. ત્યારબાદ ડાયરાની જમાવટ બીજરાજદાન ગઢવી તથા તથા સેજલબેન સારણ તથા બાવકુદાન ગઢવી તથા નૂરુદાન ગઢવી જમાવટ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા ‘આપ’ નેતા Ishudan Gadhavi કાતર દરબાર શ્રી દાદ બાપુ તથા બાપ ભાઈ કાગ પીઆઈ દિલજીત ગઢવી તથા પીઆઇ આર.એસ રતન તથા પીઆઇ વી આર ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર તથા લાલભાઈ આહીર તથા મનહરભાઈ બારીયા તથા રાજુલા તાલુકા ચારણ સમાજના પ્રમુખ રમેશભાઈ ગઢવી તથા સાગરભાઇ ડાભીયા તથા પ્રતાપભાઈ સતડીયા, શિવ ગ્રુપના અશ્વિનભાઈ વડ, ભરતભાઈ કાતર મંત્રી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સોનલ યુવા ગ્રુપના સુરેશભાઈ તથા આલાભાઇ તથા કાગ પરિવાર અને સોનલ સેવા શક્તિ યુવા ગ્રુપ મજાદર દ્વારા ભારે જમાવટ કરી હતી.