Gondalની સેન્ટમેરી સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહીલાએ પોતાને રજા અંગે માનસીક ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ એ. ડીવીઝન પોલીસમાં કરી છે. બીજી બાજુ રજા રીપોર્ટ અંગે ઠપકો આપ્યા સિવાય બીજુ કંઈ બન્યુ નથી. તેવો બચાવ પ્રિન્સિપાલ દ્વારા કરાયો છે. શિક્ષિકાની ફરિયાદનાં પગલે શિક્ષણ જૂગતમાં ચકચાર જાગી છે.

Gondal: શિક્ષિકાએ જાણ કર્યા વગર લીધેલી રજાનો પગાર કાપતા ખોટા આક્ષેપ કરાઈ રહ્યાનો પ્રિન્સિપાલનો પ્રત્યુત્તર ગોંડલની સેન્ટમેરી સ્કુલમાં શિક્ષિકા તરીકે, ફરજ બજાવતા અને કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અંજલીબેન ઉનડકટે પ્રિન્સિપાલ ફાધર સિજો વિરુદ્ધ એ. ડીવીઝન પોલીસમાં લેખીત રજૂઆત કરી જણાવ્યું કે બીમારી સબબ પોતે રજા ઉપર હોય સ્કુલનાં નિયમ મુજબ કો- ઓર્ડીનેટર ને વોટસઅપ મેસેજ દ્વારા જાણ કરી હતી. તેમ છતા પ્રિન્સિપાલ ફાધર સિજો દ્વારા હાજરી પત્રકમાં કપાત પગારે રજા મુકી અન્યાય કરાયો હતો.

ફરજ પર હાજર થઈ આ અંગે ફાધરને રજૂઆત કરતા તેમણે ગેરવર્તનદાખવી અપમાન કરી ધાકધમકી આપી માનસીક ત્રાસ અપાયો હતો. જેથી કાયદાકીય રક્ષણ આપવા અને કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવાયુ હતું. બીજી બાજુ પ્રિન્સિપાલ ફાધર સિજો દ્વારા બચાવ કરાયો હતો કે શિક્ષિકા અંજલીબેન દ્વારા રજા અંગે જાણ નહી કરાતા નિયમ મુજબ કપાત પગારની રજા કરાઇ હોય તેમણે જુઠ્ઠા આક્ષેપ કરી પોલીસમાં રજુઆત કરી છે. વાસ્તવમાં કોઈ માનસિક ત્રાસ અપાયો નથી. આ બનાવ અંગે એ. ડીવીઝન પોલીસનાં દિવ્યરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.