Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક રીતે અવિસ્મરણીય મહત્ત્વ ધરાવે છે. આ લોકમેળો દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ (આ વર્ષે 26 થી 29 ઑગસ્ટ) ભક્તિભાવ અને આનંદના માહોલમાં ઉજવાય છે. મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામ્ય રમતોત્સવ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
26 થી 29 ઑગસ્ટ સુધીના કાર્યક્રમો
મળતી વિગતો મુજબ, 26 ઑગસ્ટે સવારે 9.30 વાગ્યે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અને જલાભિષેક થશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે પશુ મેળો, પ્રદર્શન, ગ્રામ્ય રમતોત્સવ તથા પરંપરાગત સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાત્રે 9.30 વાગ્યે મેળાના મંચ પર ભક્તિપૂર્ણ સંતવાણી યોજાશે.
27 ઑગસ્ટે (ભાદરવા સુદ ચોથ – ગણેશ ચતુર્થી) સાંજે 5.30 વાગ્યે પાળિયાદના વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. રાત્રે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન થશે, જેમાં લોકકલાકારો પોતાની કળા રજૂ કરશે.
28 ઑગસ્ટે (પાંચમ) સવારે 6.30 વાગ્યે મહંત દ્વારા કુંડમાં ગંગા અવતરણ આરતી થશે. સવારે 8.30 વાગ્યે લખતર સ્ટેટના ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના હસ્તે ધ્વજારોહણ થશે. સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ મેળામાં હાજરી આપશે, તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત લેશે અને શિવ પૂજન તેમજ ગ્રામ્ય રમતોત્સવ નિહાળશે. રાત્રે 9.30 વાગ્યે ગુજરાત ટુરીઝમ અને ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન થશે.
29 ઑગસ્ટે (છઠ્ઠ) સવારે 7 વાગ્યે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે અને સાથે મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે.
આ પણ વાંચો
- “તે તેની પત્ની અને પુત્ર સાથે વાત કરતો નથી, તેની માતા દરવાજા પર બેઠી છે,” Ahmedabad Plane Crash માં બચી ગયેલા વિશ્વાસ રમેશના દુ:ખ વિશે જાણો.
- “Baahubali – The Epic” એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી, બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી.
- Cricket: ભારતને વર્લ્ડ કપ જીત અપાવનાર હરમનપ્રીત કૌર કેટલી ધનવાન છે? ક્રિકેટ ઉપરાંત, તે અન્ય સ્ત્રોતોમાંથી પણ કરે છે કમાણી
- Mumbai: DRI એ 42 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું, 2ની ધરપકડ
- Surat: ટ્રોલી બેગમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર, તેના પગ બાંધી બેગમાં ઠૂસી





