Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પાર્ટી દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજુ કરપડા ગઈકાલે ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા, અને 24 કલાકની અંદર, પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટિકિટ આપી હતી. તેઓ હવે મૂળી-2 બેઠક પરથી ભાજપના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડશે. ભાજપમાં જોડાવાથી અને તાત્કાલિક ટિકિટ મળવાથી સ્થાનિક સમીકરણો બદલાઈ જવાની શક્યતા છે.