Surat: કામરેજ તાલુકાના વાવ ગામે નનસાડ રોડ ઉપર આવેલા સિંચાઈના ઉપયોગ માટેના તળાવ પાસે શંકાસ્પદ ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઉભું રાખી કેમિકલ છોડતા દુર્ગંધથી ગામના યુવાનો દોડી જતાં ટેન્કર ર ચાલક સહિત તમામ ભાગી ગયા હતા. પોલીસે બિનવારસી ર કે લઈ જીપીસીબીને જાણ કરી હતી.

Surat: કેમિકલની ગંધ એટલી તિવ્ર હતી કે ૫૦૦ મીટર દુર ઉભા રહેવું પડયુંઃ ટેન્કર ખાલી થયા બાદ પોલીસે કબજો લીધો

Surat: વાવ ગામે નનસાડ રોડ ઉપર કતારગામ માઈનોરના ૨૨ આઈડીના ફાટા નજીક સિંચાઈના ઉપયોગ માટેનું તળાવ આવેલું છે. શનિવારે રાત્રિના સમયે એક ટેન્કર તળાવ પાસે આવી ટેન્કરમાં ભરેલું શંકાસ્પદ ઝેરી કેમિકલ તળાવમાં છોડતા નજીકના ગ્રામજનોને તિવ્ર દુર્ગંધ આવતાં માજી સરપંચ પ્રકાશ ભાલીયા યુવાનો સાથે સ્થળ ઉપર પહોંચતાં ટેન્કર ચાલક સહિત તમામ શખ્સો ભાગી ગયા હતાં. જે અંગે કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે, ટેન્કરમાંથી કેમિકલની તિવ્ર દુર્ગંધ આવતી હોય ૫૦૦ મીટર દૂરથી આગળ જઈ શકાતું ન હતું. ઉપરાંત જે ભાગમાં કેમિકલ પડયું હતું ત્યાના તમામ વનસ્પતિ (કચરો) સળગી ગયા હતા.

શંકાસ્પદ ઝેરી કેમિકલનું ટેન્કર ગ્રામજનોએ પોલીસને હવાલે કરતાં પોલીસે ટેન્કર કબજે કરી જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ને જાણ કરી હતી. પણ રવિવારની રજા હોય જીપીસીપીના અધિકારીઓ ન આવતા પોલીસની કામગીરી અટકી પડી હતી. સોમવારે જીપીસીબી અને એફએસએલની ટીમ દ્વારા ટેન્કરમાં વધેલા કેમિકલના નમુના લેવામાં આવશે. વિશ્વાસનિય સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ટેન્કરમાંથી શંકાસ્પદ ઝેરી કેમિકલ ખાલી કરવાના નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોએ પોલીસમાં ભલામણનો દોર શરૂ કરી દીધો છે. સિંચાઈના ઉપયોગના તળાવમાં શંકાસ્પદ કેમિકલ છોડવાની તપાસમાં સત્ય ઉજાગર થશે કે કેમ ? તે જીપીસીપીની તપાસ પર નિર્ભર રહેશે.