Surat: પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર સાડી જોબવર્કનું કામ કરનાર પાસેથી સાડી અને હોટફીક્સની શીટ મળી ૧ રૂ. ૮.૯૧ લાખનો સામાન લઈ ગયા બાદ બારોબાર વેચી εύ રફુચક્કર : થઈ જનાર જનાર પરિચીત વિરૂધ્ધ ધ વ વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.

Surat: પરિચીત તળાજાનો યુવાન ૧૬૩૩ નંગ સાડી, હોટફીક્સની ૪૧ નંગ શીટ લઇ જઈ બારોબાર સામાન મહિલાને વેચી દઈ રફુચક્કર

પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત અર્ચના સ્કૂલ નજીક હરિધામ સોસાયટીમાં રહેતા મામનસીંગ સંપતસીંગ રાઠોડ (ઉ.વ. ૩૯ મૂળ રહે. પાદુકલા, તા. મેટડા, નાગોર, રાજસ્થાન) રીંગરોડની ટેક્સટાઇલ માર્કેટમાંથી સાડી ઘરે લાવી જોબવર્કનું કામ કરે છે. સાડીમાં સ્ટોનનું કામ જેની પાસે કરાવવા આપતો હતો તે વિરભદ્રસિંહ ગોહિલ હસ્તક મામનસીંગનો પરિચય રવિ વલ્લભ વાઘેલા (રહે. બપાસરા ગામ, તા. તળાજા, ભાવનગર) સાથે થયો હતો. ગત નવેમ્બરમાં રવિએ પોતે હોટફીક્સનું કામ ચાલુ કર્યુ છે અને સમયસર કામ કરી આપશે એમ કહી ૧૬૩૩ નંગ સાડી અને હોટફીક્સની ૪૧ નંગ શીટ મળી રૂ. ૮.૯૧ લાખનો સામાન જોબવર્ક માટે લઇ ગયો હતો.

પરંતુ ત્રણ-ચાર દિવસમાં કામ સાડી પરત આપવાને બદલે વાયદા કર્યા હતા અને મામનસીંગ અને વિરેન્દ્રએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વરાછાની ઇશ્વરકૃપા સોસાયટીના શિવમ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતાબા ગોહિલ નામની મહિલાને બારોબાર વેચી રફુચક્કર થઈ ગયો હતો.