Suratના વરાછા ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના કાપડની દુકાનના મેનેજર અને તેમના ભાણેજ પાસેથી દલાલ મારફતે ડ્રેસ મટીરીયલ ખરીદી રૂ.૭૯ લાખનું પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરનાર અમદાવાદ અને મુંબઈના સાત વેપારી પૈકી અમદાવાદના બે કાપડ વેપારીની વરાછા પોલીસે ધરપકડ કરી છે.

Surat: વરાછા ગ્લોબલ ટેક્ષટાઇલ માર્કેટના કાપડની દુકાનના મનેજર અને તેમના ભાણેજ પાસેથી દલાલ મારફતે અમદાવાદ અને મુંબઈના સાત વેપારીએ ડ્રેસ મટીરીયલ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત પાટીયા સમાટ હાઈસ્કુલ પાસે ગાયત્રી રો હાઉસમાં રહેતા તેમજ વરાછા ગ્લોબલ ટેક્ષટાઇલ માર્કેટમાં ડ્રેસ મટીરીયલની દુકાનના મેનેજર કનવરલાલ ગોરધનલાલ રાઠી અને તેમના ભાણેજ રાજેશ ગાંધી પાસેથી દલાલ મનીષ ઉર્ફે મનોહરસિંગ રાજપુરોહિત મારફતે દલાલ મારફતે અમદાવાદ અને મુંબઈના સાત વેપારીએ ડ્રેસ મટીરીયલ ખરીદી રૂ.૭૮,૯૯,૪૭૫ નું પેમેન્ટ નહીં કરતા કનવરલાલે બે અઠવાડીયા અગાઉ વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસે આ ગુનામાં ગતરોજ બે વેપારી આરાધ્યા ફેશનના પ્રોપ્રાઈટર પ્રોપ્ર । અશ્વિન મનુભાઈ શ્રીમાળી (ઉ.વ.૩૯, | રહે.ઘર નં.૧૮ ન્યુતનયુગ નગર વિભાગ ૧, અગ્રવાલ કંપાઉન્ડ પાસે, અમરાઈવાડી, અમદાવાદ. મૂળ રહે.મોટી શેરી, પાટણ ) અને ટેક્રોપ્યુર ઇન્ડિયા પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ ધીરૂભાઈ ઝાલા (ઉ.વ.૩૩, રહે.ઘર નં.એ/૪, ઓમ સોસાયટી, ભારત પાર્ટી,પ્લોટ પાસે, રબારી કોલોની, અમરાઈવાડી, અમદાવાદ. મૂળ રહે. સાવરકુંડલા, જી. | અમરેલી) ની ધરપકડ કરી હતી.