suratમાં આગામી ૧૪ અને ૧૫ મી ડિસેમ્બરના રોજ અબ્રામા ખાતે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા યોજાનારા સમુહ લગ્નમાં ગુજરાત,મહારાષ્ટ્ર, બંગાળ અને ઉતરપ્રદેશની દિકરીઓ મળીને કુલ ૧૧૧ પિતા વિહોણી દિકરી નવજીવનના ફેરા ફરશે.

surat: મહેમાનોને ૫૦ હજાર તુલસીના રોપા ભેટ અપાશેઃ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા અત્યારસુધી પ૨૭૪ દીકરીઓનું કન્યાદાન

આ દિકરીઓમાં બે મૂક બધિર, બે દિવ્યાંગ, બે મુસ્લિમ પરિવારની અને ૩૯ વિવિધ જ્ઞાતિની કન્યાઓ છે. ૯૦ ટકા કન્યા એવી છે એમના પિતા નથી. આ લગ્ન સમારોહને પિયરયું નામ અપાયું છે. મહેશ સવાણીએ જણાવ્યું કે, પી.પી.સવાણી ગ્રુપ દ્વારા અત્યારસુધી પર૭૪ દીકરીઓનું જેરેકોડે કરિયાવર સાથે કન્યાદાન કરાયું છે જે રેકોર્ડ બનશે. સાથે જ લગ્ન સ્થળે વર-કન્યા સહિત તમામ લોકોને ૫૦ હજાર જેટલા તુલસીના રોપા ભેટ આપવાનો પણ રેકોર્ડ બનશે.

લગ્ન અગાઉ તમામ ૧૧૧ દિકરીઓને | પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ વર્ષે લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દિકરીનું પૂજન તેમના સાસુ સસરા કરશે. લગ્ન સમારોહમાં ૩૭૦ ફુટ લાંબુ તોરણ બનાવવામાં આવશે. આ સમુહ લગ્નમાં ૪૦ જેટલા સાધુ સંતો પધારીને નવદંપતિને આર્શીવાદ આપશે. તેમજ રાજકીય નેતાઓ, પદાધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહેશે.