Surat શહેરના બેગમવાડીની દાદા માર્કેટમાં માજીસા સિલેકનશનમાંથી સમયસર પેમેન્ટનો વાયદો કરી રૂ.૪૦ લાખનું શુટનું કાપડ ખરીદી પેમેન્ટ માટે ધક્કે ચડાવી રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી જઈ ધાક-ધમકી આપનાર રાણીતળાવના ચાંદીવાલા દંપતી સહિત ત્રણ વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Surat: બેગમવાડીના વેપારીને આપેલા થર્ડ પાટીના ચેક રિટર્ન થતા રાણીતળાવના દંપતીએ રોકડ આપવા કહી દુકાનને તાળા માર્યા

Surat: સલાબતપુરા બેગમવાડીની દાદા માર્કેટમાં માજીસા સિલેકશન નામે શુટના કાપડનો ધંધો કરતા ઘનશ્યામ તુલસીદાસ કવરાની (ઉ.વ.૫૪ રહે. રિધ્ધી સિધ્ધી, પુણા કુંભારીયા, સુરત)ને ફેબ્રુઆરી ૨૦૨૩માં કાપડ દલાલ રાજેશ ઉર્ફે રાજુ મુથાએ કાપડ વેપારી ઉમર આબીદ ચાંદીવાલા (રહે. સોની સ્ટ્રીટ, રાણી તળાવ, ચોકબજાર) અને મુર્તુઝા ઉર્ફે ઈમરાન અલ્તાફ ચાંદીવાલા (રહે. પારસીવાડ, રાણી તળાવ, લાલગેટ) સાથે મુલાકાત કરાવી હતી. ઉમરે પોતે વર્ષ ૨૦૨૦થી શીવ માર્કેટમાં કાપડનો ધંધો કરતો હોવાથી ઘનશ્યામ સાથે ઓળખાણ નીકળી હતી.

ઉમરે ઈમરાન સાથે મળી બહારગામની પાર્ટી સાથે ધંધો કરે છે અને તેની પત્ની આલીયા ચાંદીવાલા દુકાનનો વહીવટ કરે છે એમ કહી | સમયસર પેમેન્ટનો વાયદો કરી વર્ષ ૨૦૨૩માં ૪ માર્ચથી ૭ જૂન સુધીમાં કુલ રૂ.૪૦ લાખનું શુટનું કાપડ ખરીદ્યું હતું. પરંતુ સમયસર પેમેન્ટના બદલે થર્ડ પાર્ટીના ચેક આપ્યા હતા. જોકે, ચેક બેંકમાં ડિપોઝીટ કરતા રિટર્ન થતા ઘનશ્યામે ઉમરનો સંપર્ક કર્યો હતો. ઉમરે ચેકના બદલે રોકડ આપીશું એમ કહી વાયદા કર્યા બાદ રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. ઉમર અને ઈમરાને ધમકી આપી હતી કે, તારા જેવા કેટલાનું અમે કરી નાંખ્યું છે, | તારી જાન વહાલી હોય તો તારૂ કાપડ ભુલી જા.