Surat: સચિન જીઆઈડીસી-ગભેણી રોડની ગુરૂકૃપા સોસાયટીમાં મધરાતે જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ-ડેની ઉજવણીના વાયરલ વિડીયોના આધારે ચારની ધરપકડ તથા બે બાળકિશોરને ડિટેઇન કર્યા છે. જયારે બર્થ-ડે બોય સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Surat: વાયરલ વિડીયોના આધારે બે બાળકિશોરને ડિટેઈન અને ચારની ધરપકડ: વતન જનાર બર્થ ડે બોય સહિત ત્રણ વોન્ટેડ

સચિન જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ-ડેની ઉજવણી કરતા હોય તેવો વિડીયો સોશ્યિલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે દોડતી થયેલી પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી સચિન જીઆઇડીસી- ગભેણી રોડ સ્થિત ગુરૂકૃપા સોસાયટીમાં અમર શાહુની ચાલની બહારનો વિડીયો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરાંત શૈલેન્દ્રકુમાર ઉર્ફે બઉઆ શ્રીવાસ્તવ (રહે. કૈલાશકુંજ સોસાયટી, ગભેણી રોડ, સચિન જીઆઈડીસી) નો ગત ૧ જાન્યુઆરીએ બર્થ- ડે હોવાથી મધરાતે ટેબલ ઉપર કેક મુકી તલવાર વડે કટ કરી ઉજવણી કરનાર રાધેશ્યામ રોશનલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૩ રહે. ક્રિષ્નાનગર, સચિ), રાધેશ્યામ રોશનલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૦ રહે. તિરૂપતી બાલાજી નગર, ઉન), સની રામસાગર સરોજ (ઉ.વ. ૨૦), અંકુશ ગોવિંદ યાદવ (ઉ.વ. ૨૩ બંને રહે. અમર શેઠની રૂમમાં, બરફ ફેકટરી નજીક, સચિન જીઆઇડીસી) અને બે બાળ કિશોરને ઝડપી પાડયા હતા. જયારે શૈલેન્દ્ર અને તેનો મિત્ર મંગલસીંગ રાજપ્રતાપ રાજપૂત (રહે. ગુરૂકૃપા સોસાયટી, ગભેણી રોડ) વતન ગયા હોવાથી વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કેક કટ કરવા રાજીવ જીવ ઉર્ફે રાજન રામદાસ શાહુ લાવ્યો હોવાથી તેની પણ શોધખોળ હાથ ધરી છે.