Surat: હાઇકોર્ટે આંગણીવાડીની બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી તરીકે લેવા માટે હુકમ કર્યો હોવાછતા સરકાર દ્વારા હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત કે પરિપત્ર કર્યો નહીં હોવાથી આજે વિશાળ સંખ્યામાં આંગણવાડી બહેનોએ મોરચો કાઢીને જિલ્લા સેવાસદન ખાતે અંડીગો જમાવીને જાહેરાત નહીં થશે તો જંગી લડતના એંધાણ આપ્યા હતા.
Surat: હાઇકોર્ટે ચુકાદો આપ્યો હોવા છાત ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કે પરિપત્ર જાહેર કરાયો નથી
છેલ્લા ઘણા સમયથી આંગણવાડી | બહેનો લધુતમ વેતન સહિત વિવિધ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. અને હાઈકોર્ટમાં પણ પીટીશન કરતા ગત ૧૬ મીએ ચૂકાદો આપ્યા હતો કે આંગણવાડી બહેનોને ત્રીજા- ચોથા વર્ગમાં સમાવી લેવા. આ ચૂકાદા પછી રાજય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નહીં લેવાયો હોવાથી આજે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ રેલી કાઢીને જિલ્લા સેવાસદન કેમ્પસમાં બેસીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યા હતા કે હાઈકોર્ટમાંથી ચૂકાદો આવ્યો હોવાછતા હજુ સુધી કોઇ નિર્ણય નહીં થયો હોવાથી લડત ઉપાડી છે. આગામી દિવસોમાં જી.આર કે સતાવાર જાહેરાત નહીં થાય તો આનાથી વધુ જંગી લડત આપીને માંગ ચાલુ રાખીશું.