Surat: સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ વધારવા સ્કોર્પીયો કારના ડેશબોર્ડ ઉપર પોલીસના નેમ પ્લેટ વાળું બોર્ડ મુકી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરનાર સીમાડા બીઆરટીએસ રોડ ઉપર ધોરાજીના લસણીયા બટેકા નામે લારી ચલાવનાર યુવાનની વરાછા પોલીસે ધરપકડ કરી મોબાઈલ કબજે લીધો છે.
Surat: સીમાડા ખાતે લારી ચલાવનારની કરતૂતઃ ડ્રાઈવીંગ સીટ પર બેસી બાજુમાં ૫૦૦-૫૦૦ના નોટના બંડલવાળો વિડીયો પણ ચર્ચાસ્પદ
Surat: કાળા કલરની સ્કોર્પીયો કારના ડેશબોર્ડ ઉપર પોલીસનું બોર્ડ અને બોનેટ ઉપર બેસી ફિલ્મી સ્ટાઈલમાં ફોટો પડાવી રૂઆબ દાખવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વરાછા પોલીસ સ્ટેશનના પી.આઈ રામ ગોજીયાએ આ અંગે તપાસ હાથ ધરાવતા વિડિયોમાં નજરે પડતો યુવાન સીમાડા બીઆરટીએસ સ રોડ સ્થિત બાપાસીતારામ ચોક નજીક સિલ્વર બિઝનેશ હબ નજીક ધોરાજીના લસણીયા બટેકા નામે ધંધો કરતો સાગર અમૃતલાલ હીરપરા (ઉ.વ. ૨૩ રહે. કનૈયા એપાર્ટમેન્ટ, જૂની શક્તિ વિજય સોસાયટી, વરાછા અને મૂળ. સ્વાતી ચોક, ધોરાજી, રાજકોટ) હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી પોલીસે સાગરી ધરપકડ કરી તેનું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી ચેક કર્યું હતું જેમાં કારના ડેશબોર્ડ ઉપર પોલીસનું બોર્ડ તથા બોનેટ ઉપર બેસી ફિલ્મી સ્ટાઇલમાં ફોટા વાળો વિડીયો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેના આઈ.ડી અન્ય વિડીયો પણ અપલોડ કર્યા હતા. જેમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટના બંડલ સાથેનો તથા અન્ય વિડીયો પણ મળ્યા હતા. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં | પોલીસના બોર્ડ વાળો વિડીયો અપલોડ કરવા પાછળ સોશિયલ મીડિયમાં પોતાના | ફોલોઅર્સ વધારવા માટે પોલીસની નેમ પ્લેટ વાળું બોર્ડ મુકી વિડીયો બનાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે સાગરની ધરપકડ કરી મોબાઇલ ફોન કબજે લઇ | કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.