સુરત સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી છમકલા બાદ સોમવારે Eid મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનના પગલે ને સુરત પોલીસ રવિવારથી એલર્ટ મોડમાં આવી ગઇ છે. ભાગળ, રાજમાર્ગ અને ને સૈયદપુરા સહિતના સંવેદન અને ને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગની સાથે ડ્રોન કેમેરા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત વોચ રાખવામાં આવી રહી છે.

Eid: ડ્રોન કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સંવેદન-અતિસંવેદનશીલ વિસ્તારમાં સતત વોચ ઃ ૧૬ હજારથી વધુ જવાન તૈનાત કરાયા

ગત રવિવારે ચોકબજાર-વરિયાવી | રેપિડ બજારના ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા બાદ સૈયદપુરા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમના ટોળાનો સામ-સામે પથ્થરમારો થતા વ્યાપેલી તંગદિલીને પગલે શહેરની કોમી એકતા જળવાય રહે તેવા પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સોમવારે Eid મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનના પગલે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સંવેદન અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગથી લઇ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ રવિવારથી એકશનમાં આવી ગઇ છે. પો. કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલીસ અધિકારીઓ, સ્પેશીયલ કમાન્ડો, એક્શન ફોર્સ સાથે ભાગળ ચાર રસ્તા અને રાજમાર્ગ વરિયાવી બજાર, સૈયદપુરા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. ઉપરાંત ડ્રોન કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત વોચ રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન વેળા શહેરમાં શાંતિ તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પણ જળવાય રહે તે માટે હોમગાર્ડ, એસઆરપી, રેપિડ એક્શન ફોર્સ સ્પેશીયલ કમાન્ડો અને સ્થાનિક પોલીસ સહિત અંદાજે ૧૬ હજારથી વધુને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોડીવોર્ન કેમેરા સહિત આધુનિક ઉપકરણોની પણ મદદ લેવામાં આવશે. પો. કમિશ્નર દ્વારા કાંકરીચાળો કરનારની ખૈર નથી તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.