ડાર્ક વેબ મારફતે બેંગકોકથી રૂ.૪૨ લાખનું એલએસડી ડ્રગ્સ મંગાવનાર અડાજણનો પાર્થ મંદિરવાળા Surat એસઓજીએ પોણા ત્રણ મહિના પહેલા તેના અડાજણના ઘરમાં રેઈડ કરી ડ્રગ્સ પકડતા તે થાઈલેન્ડ ભાગી ગયો હતો.ત્યાંથી તે વાયા નેપાળ હરિદ્વાર- વૃંદાવન થઈ સુરત પહોંચતા પાલ પોલીસે ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

થાઇલેન્ડ ભાગ્યા બાદ વાયા નેપાળ હરિદ્વાર થઈ Surat પહોંચતા ઝબ્બે, એક દિવસના રિમાન્ડ : જુનમાં SOGએ ઘરે રેડ કરી હતી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી મુજબ Surat એસઓજીએ ૧ જૂનના રોજ એડાજણ અયોધ્યા નગરી રોડ સ્થિત કૃષ્ણકુંજ સોસાયટી ઘર નં.૧૧૭માં રેઈડ કરી ઘરમાં એક બેગમાં છુપાવેલું રૂ.૪૨ લાખનું એલએસડી (લાયસજીક એસીડ ડીથાયલમીડ) ડ્રગ્સ અને રૂા.૬૫ હજારનો હાઇબી ગાંજો ઝડપી રે ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ અને ગાંજો પાર્થ મંદિરવાળાએ ડાર્ક વેબસાઇટના માધ્યમથી બેંગકોકથી મંગાવ્યાનું જાણવા મળતા

વિગતો અડાજણ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ડ્રગ્સ પકડાઈ જતા પાર્થ કેતનકુમાર મંદિરવાલા (રહે.ઘર નં. ૧૧૭, શેરી નં.૩, કૃષ્ણકુંજ સોસાયટી, બીએસએનએલ ઓફિસની બાજુમાં, પાલનપુર પાટીયા, અડાજણ, સુરત) થાઇલેન્ડ ભાગી ગયો હતો. ત્યાંથે વાયા નેપાળ હરિદ્વાર-વૃંદાવન થઇ સુરત પહોંચતા પાલ પોલીસે ઝડપીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વધુ તપાસ પાલ પોલીસ મથકના પીઆઈ કે.એલ.ગાધે કરી રહ્યા છે.