Surat: બ્રેઈન ડેડ જાહેર થયેલા કતારગામના યુવાનના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓના દાન થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. બ્રેઈનડેડ યુવાનના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના યુવાનને જયારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના વૃદ્ધને કરવામાં આવ્યું છે.

Surat: હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના યુવાનને જયારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના વૃદ્ધને કરવામાં આવ્યું

Suratના કતારગામ બાલાશ્રમ પાછળ વિશાલનગર સોસાયટી એ/૪૬ માં રહેતા અને હોટફિક્ષ મશીન પર જોબવર્ક કરી પરિવારનું ભરણપોષણ કરતા ૪૦ વષીય હિતેશભાઈ નથુભાઈ કાચરીયાને માથામાં દુથખાવો, વોમિટીંગ અને ચાલવામાં તકલીફ થવાને કારણે આઠ દિવસ અગાઉ સારવાર માટે દાખલ કરાયા હતા.તેમને બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયા બાદ ન્યુરોફીઝીશિયનની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કર્યા હતા.જોકે, બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો વધી જતા નાના મગજમાં લકવો થયા બાદ લોહીનો પ્રવાહ બંધ થઈ જતા નાનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. આથી તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

તેમના પરિવારને ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોચી અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવ્યા બાદ | પરિવારજનો તરફથી અંગદાનની સંમતી | મળતા તેમના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓના દાન થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તેમના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના યુવાનને જયારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના વૃદ્ધને કરવામાં આવ્યું છે.હૃદય અને ફેફસા સમયસર અમદાવાદ અને ગુરગાઉ પહોચાડવા માટે હોસ્પિટલ એરપોર્ટ સુધીના માર્ગના બે ગ્રીન ૨ પોલીસ દ્વારા બનાવવામાં થી સુરત કોરીડોર સુરત શહેર પોલીસ દ આવ્યા હતા.ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ૫પ મી અને ફેફસાંના દાનની ૨૬ મી ઘટના છે.