Surat: ચોમાસુ પૂર્ણ થયાને પખવાડિયાથી વધુ સમય થયો હોવાછતા રસ્તા રીપેર નહીં થતા સ્ટડી ટુર પરથી પરત આવેલા પાલિકા કમિશ્નરે રીપોર્ટ માંગતા અધિકારીઓએ ગોળગોળ રિપોર્ટ આપતા જ કાં તો રસ્તા રીપેરની કામગીરીમાં અસરકારકતા લાવો કયાં તો કાર્યવાહી માટે તૈયાર રહો. એવી ચીમકી આપતા જ પાલિકાનું તંત્ર રાત દિવસ રોડ રીપેરની કામગીરીમાં જોતરાઈ ગયુ છે.
Surat: રસ્તા રીપેરીંગની કામગીરીમાં અસરકારકતા લાવો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો’ની ચીમકી અપાઈ
ચોમાસાની શરૂઆત થી જ Surat શહેરમાં રસ્તાઓ ખાડા પડયા હોવાની બૂમો ઉઠી રહી હતી. અને ચોમાસુ પૂર્ણ થયા પછી પણ આ બૂમો ચાલુ જ રહી છે. વચ્ચે મેયરે તમામ અધિકારીઓને રસ્તાઓ નવરાત્રી પહેલા ચકાચક થઈ || જવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. અને બીજી તરફ પાલિકા કમિશ્નરે પણ સ્ટડી ટુર પરથી પરત આવીને રિપોર્ટ લેવાનુ નક્કી કર્યુ હતુ.
આથી કમિશ્નર પરત આવતા જ સૌથી પહેલા રસ્તાનો રિપોર્ટ માંગતા અધિકારીઓની હાલત કાપો તો લોહી ના નિકળે તેવી થઈ ગઈ હતી. રિપોર્ટ અંગે પુછતા ગોળ ગોળ રિપોર્ટ આપ્યો હર્તા. અને રસ્તાનું કામ પ્રગતિમાં હોવાનું જણાવ્યુ હતું. આથી અકળાયેલા પાલિકા કમિશ્નરે રસ્તાની કામગીરીની અસરકારકતા લાવો કાં તો કાર્યવાહી માટે તૈયાર રહો ની ચીમકી આપતા જ અધિકારીઓ દોડતા થઈ ગયા છે.યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. હાલ તો એવી સ્થિતિ છે કે રાત દિવસ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.