Surat News: સુરત. લગ્નથી જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ બાદ પતિના અન્ય જગ્યાએ લગ્નની વાત નક્કી થતા ઉશ્કેરાટમાં આવેલી પત્નીએ પતિને જમીન ઉપર પટકાવી દીધા બાદ પતિને ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપી મહિલાને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી હતી. સચિન જીઆઇડીસી સ્થિત પાલીગામ પાસે ડીએમનગરની સામે આવેલી સાંઇકૃપા સોસાયટીમાં રહેતા રાકેશ દશરશભાઇ મહંતો (ઉ.વ. ૩૨)ના લગ્ન નીતુદેવીની સાથે થયા હતા. તેમના લગ્નજીવન થકી સંતાનમાં તેઓને એક પુત્રનો જન્મ થયો હતો. લગ્ન પહેલાથી જ રાકેશને નીતુદેવી પસંદ ન હતી. જેના કારણે વારંવાર તેઓની વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. બીજી તરફ રાકેશના અન્ય યુવતીની સાથે લગ્ન કરવાની વાત શરૂ થઈ હતી. આ અંગે નીતુદેવી અને રાકેશની વચ્ચે વધારે ઝઘડા થયા હતા. (Surat News)

કંટાળી ગયેલી નિતુદેવીએ ધક્કો મારીને રાકેશને જમીન ઉપર પટકાવ્યો હતો અને તેનું માથું જમીન સાથે જોરથી પટકાવ્યું હતું. ત્યારબાદ રાકેશનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર ઘટના રાકેશ અને નીતુદેવીના પુત્રએ જોઇ હતી. ઘટના બાદ પોલીસને જાણ કરાતા પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પુત્રએ સમગ્ર ઘટના અંગે વર્ણન કરતા સચિન જીઆઈડીસી પોલીસે નીતુદેવીની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે આરોપી મહિલાને વધુમાં વધુ સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી નીતુદેવીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા તેમજ ૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. જો મહિલા દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ પણ કરાયો હતો. (Surat News)
- પીઢ અભિનેતા Achyut Potdarએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, 91 વર્ષની વયે થયું નિધન
- બાળા સામે ગંદી હરકતો કરનાર 68 વર્ષના ડોસા વિરૂદ્ધ ફરિયાદ
- અમદાવાદમાં 34 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ થઈ, ભલામણો નિષ્ફળ રહી
- Gujarat Weather Update Today: આજથી 22 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે
- Horoscope: કોની પર રહેશે ગણેશજીની કૃપા, જાણો તમારું રાશિફળ