Surat મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા આજે વહેલી સવારે શહેરમાં ૮ જગ્યાએ નીરાનું વેચાણ કરતી સંસ્થા પાસેથી ૮ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
Surat: લેબ ટેસ્ટમાં ગુણવત્તા ઉતરતી કક્ષાની જણાશે તો કાર્યવાહી થશે : ગયા વર્ષે ૨૧ પૈકી ૧૬ સેમ્પલ ફેઈલ થયા હતા
Surat: આજે પાલિકાએ ૮ જગ્યાએ દરોડા પાડી સેમ્પલ લીધા તેમાં ચોર્યાસી તાલુકાના લાજપોર ખાતે આવેલ નુતન ગ્રામ ઉદ્યોગ મંડળ સંસ્થા દ્વારા વેચાણ કરવામાં આવતા આશાપુરા માતાના મંદિર પાસે, રૂસ્તમપુરા તથા આચાર્ય તુલસી ગેટ મેઈન રોડ, ઉધના અને જોગર્સ પાર્ક, ઘોડદોડ રોડ પરથી નીરાના સેમ્પલો લેવાયા હતા. કતારગામ ડો. શ્યામાપ્રસાદ મુખરજી > લેક ગાર્ડન પાસે, કતારગામ તથા ધોળકિયા ગાર્ડન બહારથી નીરાના સેમ્પલો લેવાયા હતા.
આ સિવાય સુરતમાં ભાગળ ખાતે બુંદેલા વાળ ખાતે આવેલ શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સ.મં.લી. દ્વારા વેચાણ કરવામાં આવતા ૧૧/૯૫૦- ૫૧, સિંધીવાડ, ચોક બજાર તથા ૭બ/ ૪૯૪૦, પ્લોટ નં.૬, નીરા ભવન, સબરસ હોટલ પાસે, સ્ટેશન રોડ, સુરત અને મેઈન રોડ, બુંદેલાવાડ, ભાગલ ખાતેથી નીરા ના સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે ૨૧ સેમ્પલ પૈકી ૧૬ ફેઈલ થયા હતા. નીરામાં બીઆરઆઈએક્સ ઓછામાં ઓછો ૧૪ ટકા હોવા જોઈએ જેની માત્રા ઓછી હતી. આ ઉપરાંત ટોટલ સુગર ૧૩ ટકા હોવું જોઈએ જે સેમ્પલમાં ઓછી હતી. ઉપરાંત પીએ. માં ૬.૦.-૭.૫ હોવું જોઈએ પરંતુ ટેસ્ટમાં આ માત્રા પણ ઓછી જોવા મળી હતી.