Surat શહેરમાં વધી રહેલી વ્હીકલની સંખ્યાને પગલે પા કગનો પ્રશ્ન જટિલ બની બની રહ્યો છે. મુખ્ય માર્ગની બંને તરફ રોડ સાઈડ વ્હીકલ પા કગની પ્રથા પડી ગઈ છે. ટ્રાફિકની ગીચતા વચ્ચે પા કગની સમસ્યા ઉકેલવા મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મલ્ટીલેવલ પા કગની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ દિશામાં જહાંગીરપુરા વિસ્તારમાં રૃપિયા ૧૭ કરોડથી વધુ રકમના ખર્ચે મલ્ટીલેવલ પા કગ તૈયાર કરવા નિર્ણય લેવાયો છે.
કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શૈક્ષણિક સંસ્થાને લીધે પાર્કિંગની સમસ્યા જટિલ બનતા નિર્ણય લેવાયો
Surat મહાપાલિકાના પશ્ચિમ કહો કે રાંદેર ઝોન વિસ્તારમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય કે શૈક્ષણિક સંસ્થા ધરાવતા વિસ્તારોમાં રોડસાઈડ વ્હીકલ પાર્કિંગને કારણે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે. આ સમસ્યાના નિવારણ માટે | તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં લાંબા સમયથી વ્હીકલ પાર્કિંગની સમસ્યાને લઈ બૂમ ઊઠી હોય હવે આ વિસ્તારમાં પણ એક આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવા મહાપાલિકાના ઝોન દ્વારા નિર્ણય લેવાયો છે.
આ અંગે ખર્ચનો અંદાજ તૈયાર કરી જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જહાંગીરાપુરા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. ૪૬, ફાયનલ પ્લોટ નં. ૮૭માં રૃપિયા ૧૭ કરોડથી વધુ રકમના ખર્ચે આ સુવિધા વિક્સાવવા તંત્ર આગળ વધી રહ્યું છે. અંદાજને બહાલી મળતા જ ઝોન દ્વારા ટેન્ડર મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાની હકીકત જણાય રહી છે.